અમરેલી

સાવરકુંડલા શહેર ખાતે મણીભાઈ ચોકથી સરદાર સર્કલ સુધીના વિસ્તારમાં તેમજ લીલીયા તાલુકાના એકલેરા ગામ ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત રહી સ્વયં શ્રમદાન કર્યું

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા અંગે જનજાગૃતિ
ફેલાવવાના હેતુથી શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. સાવરકુંડલા શહેર ખાતે મણીભાઈ ચોકથી સરદાર સર્કલ સુધીના વિસ્તારમાં તેમજ
લીલીયા તાલુકાના એકલેરા ગામ ખાતે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત રહી સ્વયં શ્રમદાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવા તથા
પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રેરણા આપી હતી. તેમણે શ્રમદાન દ્વારા સ્વચ્છતા માત્ર સરકારી તંત્રની
જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે તેવો સંદેશ આપ્યો હતો.
સાવરકુંડલા શહેરમાં યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકા પ્રમુખ, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકાના
ચીફ ઓફિસરશ્રી સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, વહીવટી તંત્રના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ મોટી
સંખ્યામાં જોડાયા હતા. બીજી તરફ લીલીયા તાલુકાના એકલેરા ગામ ખાતે પણ તાલુકા ભાજપના હોદ્દેદારો તથા સ્થાનિક પંચાયતના
પ્રતિનિધિઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો તેમજ સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન
હિસ્સો બનાવવાનો છે. સ્વચ્છ પર્યાવરણથી જાહેર આરોગ્યમાં સુધારો થાય છે અને સમાજમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય
છે. માત્ર એક દિવસ પૂરતી સ્વચ્છતા પ્રવૃત્તિ સીમિત ન રહે, પરંતુ સ્વચ્છતાને રોજિંદા જીવનની આદત બનાવવામાં આવે તો સ્વચ્છ
અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય બને છે.
આ પ્રસંગે શહેરના નાગરિકો, વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે પોતાના ઘર, દુકાન કે આસપાસના
જાહેર સ્થળોએ કચરો ન ફેંકે. કચરો ગમે ત્યાં ન નાખી નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા કચરા કલેક્શન વાહનોને જ
સોંપવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છ શહેરના નિર્માણમાં જનભાગીદારીનું મહત્વ સમજાવતા જણાવાયું હતું કે નગરપાલિકા દ્વારા કરવામાં આવતા પ્રયાસો સાથે
નાગરિકોનો સહયોગ જોડાય ત્યારે જ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવી શકાય. શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ કચરાના યોગ્ય નિકાલમાં સહયોગ આપવા પણ નાગરિકોને ખાસ અપીલ કરવામાં
આવી હતી.

શ્રમદાન દરમિયાન સ્થાનિક પદાધિકારીઓ, રાજકીય સંગઠનના હોદ્દેદારો, પંચાયતના પ્રતિનિધિઓ, અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ
તથા કાર્યકરોની ઉપસ્થિતિએ કાર્યક્રમને લોકભાગીદારીનું સ્વરૂપ આપ્યું હતું.
સાવરકુંડલા શહેર તથા લીલીયા તાલુકામાં યોજાયેલા આ કાર્યક્રમ મારફતે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ, જવાબદાર નાગરિકત્વ અને
લોકભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે નાગરિકો સતત સહયોગ આપે
અને સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી.

Related Posts