ગૃહિણીઓ કામ કરતી નથી,આર્થિક યોગદાન આપતી નથી, આ વિચારધારા ખોટી છે, હવે આ માનસિકતા બદલવાની જરૂર
જે પતિઓ પોતાની પત્નીને એવું સંભળાવતા હોય કે તું ઘરમાં શું કરે છે? તો આ સમાચાર તેમના માટે છે. સુપ્રીમ કૉર્ટે એક મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, ઘરમાં કામ કરનારી પત્નીઓની કિંમત નોકરી-ધંધો કરતા પુરૂષો કરતા જરીક પણ ઓછી નથી. કૉર્ટે કહ્યું કે, ઘરમાં કામ કરનારી મહિલા પુરૂષોની સરખામણીમાં વધારે અને પૈસા વગર કામ કરે છે. જસ્ટિસ એનવી રમન્ના અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે એક કેસની સુનાવણી કરતા એક કપલના પરિવારનું વળતર વધારવાનો ચુકાદો આપ્યો. આ કપલનું મોત દિલ્હીમાં એક અકસ્માતમાં થયું હતુ, જ્યારે એક કારે તેમના સ્કુટરને ટક્કર મારી હતી.
બેંચે મૃતકના પિતાને ઇન્શ્યોરન્સ કંપનીથી મળનારી વળતરની રકમ ૧૧.૨૦ લાખની રકમને વધારીને ૩૩. ૨૦ લાખ કરવા અને આના પર મે ૨૦૧૪થી ૯ ટકા વ્યાજ આપવાનો આરોપ સંભળાવ્યો. જસ્ટિસ રમન્નાએ સુપ્રીમ કૉર્ટના લતા વાધવા કેસમાં આપેલા ચુકાદાને આગળ વધારતા આ ચુકાદો આપ્યો. ઉલ્લેખનીય છે કે ૨૦૦૧માં વાધવા કેસમાં સુપ્રીમ કૉર્ટે મૃતક મહિલાના ઘરમાં કરવામાં આવનારા કામને આધાર માનતા તેમના પરિવારજનોને વળતર આપવાનો ર્નિણય કર્યો હતો. મહિલાનું એક સમારંભમાં આગના કારણે મોત થયું હતુ.
જસ્ટિસ રમન્નાએ કહ્યું કે, ૨૦૧૧ની જનગણનાના આધારે લગભગ ૧૬ કરોડ મહિલાઓ ઘરેલૂ કામકાજમાં વ્યસ્ત છે અને આ જ તેમનો મુખ્ય વ્યવસાય છે. તો ફક્ત ૫૭ લાખ પુરૂષોએ જ વસ્તીગણતરી પ્રમાણે વ્યવસાય ઘરેલૂ કામકાજ લખ્યું છે. જસ્ટિસ રમન્નાએ પોતાના ચુકાદામાં હાલમાં નેશનલ સ્ટેટિકલ ઑફિસની રિપોર્ટનો દાખલો આપ્યો. ‘ટાઇમ યૂઝ ઇન ઇન્ડિયા ૨૦૧૯’ નામના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરેરાશ મહિલાઓ એક દિવસમાં લગભગ ૨૯૯ મનિટ ઘરેલૂ કામો કરે છે અને આ માટે તેમને કોઈ પૈસા નથી મળતા, જ્યારે પુરષો સરેરાશ ૯૭ મિનિટ ઘરેલૂ કામમાં ખર્ચ કરે છે.
Recent Comments