દંપતીની હત્યા કરનારા આરોપીઓ અગાઉ નવરંગપુરામાંથી ઊભી પૂછડીએ ભાગ્યા હતા

શહેરના સોલા વિસ્તારમાં ચકચારી બેવડી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓ હાલ ૧૦ દિવસના રિમાન્ડ પર છે. ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત ૫ આરોપી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓએ નવરંગપુરામાં પણ લૂંટના ઇરાદે એક દંપતીની હત્યા કરવા રેકી કરી હતી. જાેકે, દંપતી જાગતું હોવાથી પ્લાન સફળ રહ્યો ન હતો. આરોપીઓ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગવું પડ્યું હતું. આરોપીઓ સોસાયટીમાંથી ભાગ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
શહેરના નવરંગપુરામાં આવેલ સુવાસ કોલોનીમાં રહેતા કૌશલભાઈ પટેલ કન્સ્ટ્રકશનનો ધંધો કરી પરિવાર સાથે રહે છે. એકાદ વર્ષ પહેલા તેઓએ તેના ઓળખીતા રાજુભાઇ મિસ્ત્રી પાસે ફર્નિચરનું કામ કરાવ્યું હતું. તેઓની સાથે બે કારીગર આવતા હતા. બાદમાં લોકડાઉન આવતા વધુ કામ હોવાથી તેઓ વધુ બે કારીગર લાવ્યા હતા. બંને વ્યવસ્થિત કામ ન કરતા હોવાથી હિસાબ કરીને બંનેને રજા આપી દેવામાં આવી હતી.
ગત ૧૨મી ફેબ્રુઆરીએ રાત્રે તેઓના ઘરમાં કામ કરતા સોહન મીણાએ તેઓને ફોન કરીને જણાવ્યું કે, ઘરની આસપાસ કેટલાક લોકો ફરી રહ્યા છે. જેથી કૌશલભાઈને કોઈ લોકોનો અવાજ આવતા તેઓ અને તેમની પત્ની જાગી ગયા હતા. બાદમાં પાડોશીને જાણ કરે તે પહેલા જ આ શખ્સો ભાગી ગયા હતા. આ શખ્સો ધાબાનો દરવાજાે ખુલ્લો હોવાથી તેના વાટે ઘરમાં પ્રવેશ્યા હતા અને મુખ્ય દરવાજેથી ભાગી ગયા હતા. બાદમાં બાજુના ઘરના સીસીટીવી જાેતા છ લોકો બે વાહન પર હથિયાર સાથે ભાગતા જાેવા મળ્યા હતા.
Recent Comments