દામનગર ના ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૫મી વાસા સભા મળી રૂા.૧૯, લાખના નફા સાથે૧૫% ટકા ડીવીડન્ડ જાહેર ડીવીડન્ડની જાહેરાત કરતા સભાસદોમાં હર્ષ ની લાગણી
ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૫ મી વાષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ મોહનભાઈ કુરજીભાઈ ઈસામલીયાના અઘ્યક્ષ સ્થાને મળી હતી મંડળી સભાસદોની વિશાળ હાજરીમાં મંત્રી ભુપતભાઈ માલવીયાએ હીસાબો રજુ કરતા મંડળીનું શેર ભંડોળ રૂા. ૫૭,૭,૬૮૨૦ લાખ છે જયારે મંડળીનું રીઝવ ફંડ ૫૪,૧૮,૬૬૧ લાખ અન્ય ફંડો ૪૪,૬૧,૧૭૭ લાખ અને શેરોમાં રોકણો ૫૦,૦૦૦૪૭ છે. મંડળીનું એન.પી.એ શુન્ય છે મંડળી પોતાની આધુનીક ઓફીસ ધરાવે છે મંડળીના પ્રમુખશ્રીએ ૧૫% ડીવીડન્ડ તથા સભાસદનું આકસ્મીક કે કુદરતી અવસાન થાય તો મંડળીના ભંડોળ માંથી રૂા.૧૫૦૦૦ પંદર હજારની જાહેરાત કરતા કમીટી તથા સભાસદોએ સહષ વધાવી કામગીરીને બીરદાવી હતી મંડળીની ધિરાણ વસુલાતની કામગીરીમાં મંત્રી સાથે કમીટીના સહયોગથી સો ટકા વસુલાત થયેલ છે.
આ તકે આજની આ વા.સા. સભામાં અમરેલી જી.મ.સ.બેંકના સીનીયર ઓફીસર રાજુભાઈ રીજીયાએ સાઈબર ફ્રોડ તેમજ અટલ પેન્શન યોજના વિષે વિગતવાર માહીતી આપી હતી તેમજ મેનેજર ભરતભાઈ ગરાણીયાએ બેકના લોકર થાપણ તેમજ ગોલ્ડ લોન બેંક તથા મંડળીમાં વારસદારોની ચકાસણી કરાવી વગેરે માહીતી આપી હતી. જયારે અ.જી.મ.સ.ના સુપરવાઈઝરો રાજુભાઈ માલવિયાએ ખેતી જાળવી કેટલ શેડ તેમજ બેંકની વિવિધ મધ્યમ મુદતના ધિરાણ વિશે માહીતી આપી હતી સુપરવાઈઝર અમીતભાઈ ડાબસરાએ પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વિમા તેમજ યોજના અને એટી.એમ વીશે વિસ્તૃત માહીતી આપી હતી પત્રકાર નટવરલાલ ભાતીયાએ પણ ખેડુતોને ગ્રામ સેવક હસ્તક મળતા વિવિધ લાભોની જાણકારી આપી હતી.
આજનીઆ સભામાંબેંકના સીનીયર ઓફીસર રાજુભાઈ રીજીયા મેનેજર ભરતભાઈ ગરાણીયા સુપરવાઈજર રાજુભાઈ માલવીયા, અમીતભાઈ ડાબસરા મીલનભાઈ વેકરીયા મહાવીર મંડળીના પ્રમુખ અમરશીભાઈ નારોલા, પત્રકાર નટવરલાલ ભાતીયા, રાઘવભાઈ ઈસામલયા, નાગજીભાઈ એલ માણીયા, દેવજીભાઈ એસ ઈસામલીયા,પ્રવીશુભાઈ ડી ઈસામલીયા, રાજેભાઈ આર ઈસામલીયા, શામજીભાઈ એલ ઈસામલીયા, હીતેન્દભાઈ ડી ઈસામલિયા, મનુભાઈ એસ ઈસામલીયા, ધીરૂભાઈ એમ ઈસામલીયા, વલ્લભભાઈ કે ઈસામલીયા, ઉકાભાઈ એ બુધેલીયા, દુલાભાઈ કે જીવાણી વિગેરે મંડળીના વિકાસ માટે સતત કાયશીલ રહી સેવા આપી રહયા છે અંતમાં આભાર વિધી પ્રવિણભાઈ ઈસામલીયા એ કરી હતી


















Recent Comments