અમરેલી

સાવરકુંડલાના વોર્ડ 3 અને 8 માટે વિકાસનું વધુ એક મહત્વપૂર્ણ પગલું

સાવર કુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશ ભાઈ કસવાલા ના પ્રયત્નો થી આજ રોજ
સાવરકુંડલા શહેરના વોર્ડ નં. 3 અને 8 ના નાગરિકો માટે વર્ષોથી માથાનો દુખાવો બનેલી ગટર લાઇનની ગંભીર સમસ્યાના કાયમી
નિરાકરણ તરફ આજે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જેસર રોડ સ્થિત સરદાર પટેલ સોસાયટી ખાતે નવી ગટર લાઇનના
વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે કરવામાં
આવ્યું હતું.
આ વિસ્તારમાં છેલ્લા અંદાજે 15 વર્ષથી ગટર વ્યવસ્થાની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિક રહેવાસીઓને વારંવાર ગટર ઉભરાવા,
ગંદકી ફેલાવા અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અનેક રજૂઆતો અને માંગણીઓ બાદ
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના સતત પ્રયત્નો, માર્ગદર્શન અને વિકાસલક્ષી અભિગમના પરિણામે હવે આ મહત્વપૂર્ણ
લોકપ્રશ્નના કાયમી ઉકેલ માટે વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નવી ગટર લાઇનનું કાર્ય પૂર્ણ થતાં વોર્ડ નં. 3 અને 8 ના વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્યની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. સાથે
જ વરસાદી ઋતુ દરમિયાન ઉભી થતી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને સ્થાનિક રહેવાસીઓને વધુ સારી નાગરિક સુવિધાઓનો લાભ
મળશે. આ વિકાસ કાર્ય વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા અને ગતિ આપનાર સાબિત થશે.
ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તમામ સભ્યશ્રીઓ, વિવિધ સેલ અને
મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો, બુથ કાર્યકરો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિસ્તારના રહેવાસીઓ
ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ વિકાસ કાર્યને આવકારી ધારાસભ્યશ્રીના વિકાસલક્ષી પ્રયાસોની પ્રશંસા
કરી હતી.
સ્થાનિક લોકોએ વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા તથા નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો
હતો અને જણાવ્યું હતું કે આ કાર્યથી વિસ્તારના લોકોના જીવનમાં નોંધપાત્ર રાહત મળશે તેમજ સ્વચ્છ અને સુવિધાસભર
વાતાવરણનું નિર્માણ થશે.

Related Posts