દામનગર નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ માં વાડ ઠેકવા તૈયાર નેતા ઓની અણઆવડત થી પીડિત પ્રજા પરિવર્તન ના મૂડ માં
“દામનગર ની શહેરીજનો પરિવર્તન ના મૂડ માં”
“પાલિકા ની અણઆવડત થી રાજ્ય અને કેન્દ્ર સરકાર ની ૩૪૮ કલ્યાણકારી યોજના ના લાભ થી વંચિત લાભાર્થી ને ભારે હાલાકી”
“૧૦ વર્ષ માં એન સી પી શાસકો નું એકપણ દેખાઈ એવું વિકાસ કાર્ય નહિ”
“વિકાસ ને વરેલી સરકારે કરોડો ની ગ્રાન્ટ ફાળવી અનેકો યોજના ની ગ્રાન્ટ પછી ગઈ”
“આર્થિક પછાત વિસ્તારો ની ગ્રાન્ટ સમૃદ્ધ વિસ્તારો માં વાપરી ખુલ્લા મેદાનો સ્ટેસ્ટ ના હાઇવે ની રેખા નિયંત્રણ માં પેવર બ્લોક નાખી દેવાયા”
“૬૫૦ થી વધુ ગરીબ પરિવારે ની લેખિત રજૂઆતો બી પી એલ સર્વે માટે ગ્રામ વિકાસ એજન્સી ની સ્પષ્ટ તાકીદ પછી પણ તંત્ર નિદ્રા માં ૧૦ વર્ષ થી લબડતા લાભાર્થી ઓ”
દામનગર એન સી પી શાસકો ની અણ આવડત થી પીડાતી પ્રજા છેલ્લા દસ વર્ષ થી એન સી પી શશીત નગર પાલિકા માં ગરીબો ના કામો ટલ્લે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની ૩૪૮ જન કલ્યાણકારી યોજના માં લાભાર્થી ઓમાં માટે બી પી એલ ના માપદંડ ફરજિયાત હોય પણ પાલિકા તંત્ર ને ૬૫૦ કરતા વધુ ગરીબ પરિવારો એ બી પી એલ સર્વે કરવા માંગ કરતી રજૂઆતો પછી પણ જવાબદારી ની ફેંકાફેંકી કેમ?વિકાસ ને વરેલી સરકાર માંગો એટલી ગ્રાન્ટ આપે છે છતાં દામનગર શહેર માં પેવર બ્લોક રસ્તા સિવાય કોઈ વિકાસ થયો છે ખરા? છેલ્લા દસ વર્ષ થી એન સી પી ના શાશન માં બેફામ દબાણો વધ્યા ભૂતિયા નળ જોડાણો વધ્યા ગુજરાત સરકારે બગીચા માટે સ્વર્ણિમ વર્ષ જ્યંતી અંતર્ગત બગીચા માટે ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવી પણ પાલિકા ના ભ્રષ્ટ શાસકો એ ભ્રષ્ટાચાર કરી શહેરીજનો ને બગીચા થી વંચિત રાખ્યા યુ.ડી.પી.ની ગ્રાન્ટ આર્થિક પછાત વિસ્તારો ને બદલે સમૃદ્ધ વિસ્તારો માં ખોટા બિલો બનાવી પોતા નો બેસુમાર વિકાસ કર્યો છેલ્લા દસ વર્ષ માં શાસકો એ એકપણ જનહિત માટે બુનિયાદી સુવિધા ઉભી ન કરી ભૂગર્ભ ગટર ના નામે સરકાર ના પરિપત્ર ઠરાવો ને અવગણી ખૂબ મોટી રકમ ગટર કનેક્શન ના નામે શહેરીજનો ને મજબૂર કરી મુખ્ય બજારો માં માટી નાખી ખુલ્લી ગટરો બંધ કરી તેથી મજબૂરી વશ શહેરીજનો એ જાતે ગટર કનેક્શનો સ્વ ખર્ચે મેળવ્યા બાદ સરકારે નક્કી કરેલ ગટર કનેક્શન ફી ના ત્રણ ગણા નાણાં પાલિકા શાસકો એ વસુલ કર્યા રૂટિન સફાઈ દિવાબતી પાણી વિતરણ વ્યવસ્થા ના નામે ખોટા બીલ અને ખર્ચા કરી આર્થિક સમૃદ્ધ પાલિકા શાસકો ની અણઆવડત થી પીડાતા શહેરીજનો આગામી સામાન્ય ચૂંટણી માં પરિવર્તન ના મૂડ માં છે સરકાર ની ઉદારનીતિ છેવાડાના લાભાર્થી સુધી પહોંચે તે માટે શહેરીજનો છેલ્લા દસ વર્ષ થી પીડાય રહી છે તે હવે પરિવર્તન ના મૂડ માં દેખાઈ રહ્યું છે સ્થાનિક પાલિકા ની અણઆવડત થી અનેકો વિકાસ કામો ટલ્લે ચડી ગ્રાન્ટ પાછી ગઈ વિકાસ કામો માટે સ્થળ સંપાદિત ન કરી લોકભાગીદારી માં ઉદાર દાતા ઓના દાન નો અસ્વીકાર નંદઘર પે એન્ડ યુઝ જેવી સુવિધા ઓ ઘટી ખુલ્લા મેદાનો માં પેવર બ્લોક નાખી દેવાયા સ્ટેટ ના માર્ગ મકાન ની રેખા નિયંત્રણ માં રસ્તા ઓ બનાવી નાખ્યા સરકાર ની જળ બચાવોઝ અભિયાન વચ્ચે વારંવાર પાણી ની લાઈનો લીકેજ પીવા ના પાણી નો બેફામ બગાડ મુખ્ય બજારો કાયમ લિલી છમ કેમ? આટલા મોટા શહેર ની મુખ્ય બજાર માં એકપણ ટોયલેટ કેમ નહિ ? શહેર ની આર્થિક પછાત વસાહતો માં કાયમી રસ્તા કેમ નહિ ? શહેરીજનો અનેકો પ્રશ્ને ટલ્લે ભારે સહનશીલ શહેરીજનો આ વખતે પરિવર્તન ના મૂડ માં જોઈ એ એવો કે દેખાઈ એવો કોઈ વિકાસ કાર્ય ન શકનાર એન સી પી શાસકો વાડ ઠેકવા તૈયાર પણ રાજકીય પક્ષો સ્વીકારે તો ભ્રષ્ટ નેતા ઓ દ્વારા સજોડે પતિ પત્ની ને ચૂંટણી લડવા ટિમ બનાવવા ઉત્સુક કેમ? ઉમેદવારો નામ પડતા આધા ભાગી રહ્યા છે કેમ? ભારે હાલાકી ભોગવતા શહેરીજનો ઇચ્છી રહ્યા છે પવિત્ર પ્રમાણિક યુવા જાગૃત નેતૃત્વ ને દસ વર્ષ ના ભ્રષ્ટ શાસકો થી મુક્તિ ઇચ્છતી શહેરી જનતા ને સારા નેતૃત્વ ની શોધ પ્રજા પરિવર્તન ના મૂડ માં દેખાઈ રહી છે
Recent Comments