દામનગર શહેરના શિવાલયોમાં હરહર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા દેવદર્શન અભિષેક અનુષ્ઠાન કરતા ભાવિકો
દામનગર શહેર માં શિવાલયો માં શ્રાવણ માસ ના પ્રથમ દિવસે હરહર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા મન મોહક શ્રુંગાર થી શુશોભીત શિવાલય માં શિવ અનુષ્ઠાન કરતા ભાવિકો દામનગર શહેર માં સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનથ મહાદેવ તેમજ વેજનાથ મહાદેવ મંદિર મુખ્ય બજાર માં બિરાજતા નંદીકેશ્વર મહાદેવ સહિત ના શહેર ના તમામ શિવાલય માં ભાવિકો ની ચહલ પહલ જોવા મળી શ્રધ્ધાભાવ થી ભાવિકો એ શિવાલય દર્શન પૂજન અભિષેક અનુષ્ઠાન કરતા જોવા મળ્યા હતા શહેર ના દરેક શિવાલયો ને પુષ્પ બિલ પત્રો સહિત મનમોહક થીમ થીં સુશોભિત કરાયા હતા શિવ અનુષ્ઠાનો દેવ દર્શન માટે સવાર થી સાંજ સુધી શિવ મંદિરો માં ભાવિકો ની અવિરત અવરજવર રહી હતી
Recent Comments