પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષકોના ડિજિટલ આંદોલનમાં ૨૦ હજાર શિક્ષકોએ સેલ્ફી મોકલી વિરોધ કર્યો
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર સ્કૂલોમાં શિક્ષકો દ્વારા અગાઉના પડતર પ્રશ્નોને લઇને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.જેનું કોઈ નિવારણ ના આવતા હવે શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા છે. રાજ્યભરમાં શિક્ષકોને સાથે રાખીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડિજિટલ આંદોલન કરવામાં આવી રહ્યું છે.આ આંદોલનમાં અત્યાર સુધી ૨૦ હજારથી વધુ સેલ્ફી પાડીને શિક્ષકોએ મોકલી આપી છે.
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા ૧ ઓગસ્ટથી ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.આ આંદોલનમાં રાજ્યના હજારો શિક્ષક જાેડાયા છે.અગાઉ પડતર માંગણીને લઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિવારણ ના આવતા શિક્ષકો દ્વારા હવે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ૭ ઓગસ્ટ સુધી ડિજિટલ આંદોલન ચાલશે જે બાદ સંઘની કોર કમિટીની બેઠક મળશે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
શૈક્ષિક સંઘના મહામંત્રી આર.પી.પટેલે જણાવ્યું હતું ૧ ઓગસ્ટથી અમારું ડિજિટલ આંદોલન શરૂ થયું છે. જેમાં ૨૦ હજાર શિક્ષકોએ સેલ્ફી મોકલવા છે.હજુ ૨ દિવસ આંદોલન ચાલશે જેમાં અનેક શિક્ષકોની સેલ્ફી મળશે.હજુ અમારી માંગણી પૂરી નહિ થાય તો આગામી દિવસોમાં અમારી બેઠક કરીને વિરોધ અંગે રણનીતિ નક્કી કરવામાં આવશે.
Recent Comments