પાટણવાવ પોલિસે ૧૬ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ દ્વારા ૪૪૭ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં ૫૩૬૪ નંગ બોટલ સાથે ૩૬,૩૪,૯૧૦/- રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો ઃ વલસાડ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં પકડેલા રૂ. ૩ કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયોદારુબંધી હોવા છતા રાજ્યમાં દારુની મહેફિલો
રાજ્યમાં નશાબંધી હોવા છતાં વિદેશી દારૂ પોલીસ દ્વારા પકડવાના બનાવો અવાર- નવાર બનતા રહેતા હોય છે, હાલમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ સ્ટેશનની હદમાં ગ્રામ્યવિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આટલો મોટો જથ્થો પકડાતા જેતપુર ડીવીઝનના એએસપી સાગર બાગમાર પણ પાટણવાવ દોડી ગયા હતા.
પાટણવાવ પોલિસે આપેલ માહિતી મુજબ, જુનાગઢ ખાતે રહેતો અમીન અલ્લારખાભાઇ સેતા પોતે બહારના રાજયમાથી ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂનો જથ્થો મંગાવીને ભાડેર ગામે રૂપાવટીના કાચા રસ્તે બાવળની કાટમાં વોકળા (તળાવ) પાસેની જગ્યાએ કટીંગ કરવાના હોય જેની બાતમીને આધારે પાટણવાવ પોલીસે ઝડપી પડ્યા હતા.
Recent Comments