દામનગર શહેર માં પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ની મુલાકાતે વજુભાઇ બાબુભાઈ સિદ્ધપુરા રૂપાધડા પરિજનો એ શુભેચ્છા મુલાકાત લીધી દામનગર શહેર ના ઉનાળા નું અમૃત ગણાતી છાસ નું વિના મૂલ્યે વિતરણ સેવા સંસ્થાન માં દૈનિક ૫૦૦ જેટલા પરિવારો ના ૨૦૦૦ જેટલા વ્યક્તિ ઓને નિયમિત વિના મૂલ્યે છાસ આપતી વ્યવસ્થા ના પ્રત્યક્ષ દર્શી બનતા રૂપાધડા પરિવાર ના પુત્રી રત્નો પુત્રવધુ પૌત્ર રત્નો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો વહેલી સવાર માં ૬-૦૦ થી ૭-૦૦ કલાક દરમ્યાન પટેલ વાડી વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર માં પધારતા પાર્થભાઈ નીતિનભાઈ રૂપાધડા વજુભાઇ બાબુભાઈ સિદ્ધપુરા નિશાબેન અમીબેન સહિત ના પરિજનો એ છાસ વિતરણ કેન્દ્ર ની સેવા નિહાળી આર્થિક સહયોગ કર્યો હતો છાસ એ ઈશ્વર નો અનુપમ આવિષ્કાર છે ઉનાળા નું અમૃત છાસ જેવા પ્રસાદ ને વહેંચી ને ખવાય નો સુંદર સંદેશ આપ્યો હતો આ તકે સમગ્ર રૂપાધડા પરિવાર નું જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ પ્રમુખ સહિત ના સ્વંયમ સેવી ઓ દ્વારા ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો
“ઉનાળા અમૃત છાસ એ ઈશ્વર નો અનુપમ પ્રસાદ છે” પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ છાસ કેન્દ્ર ની મુલાકાતે રૂપાધડા પરિજનો પધાર્યા


















Recent Comments