ભાવનગર

.સેવ સ્પેરો મુવમેન્ટ સફળ રીતે સંપન્ન થઈ .. રાજ્યમાં 11,000થી વધુ ચકલીઘરો વિતરિત 

ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે સેવ સ્પેરો મુવમેન્ટ વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો. 

           આ મુવમેન્ટ અંગે વાત કરતા પ્રેરક પર્યાવરણ ચિતંક શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં વિશેષ કરીને શિક્ષણની સાથે જોડાયે editorial.bhavnagar@sandesh.com લા પર્યાવરણીય ભેખઘારી શિક્ષકોએ પોતાના બાળકો સાથે જોડાઈને 11,000 કરતાં પણ વધુ ચકલીઘરોનું વિતરણ કર્યું. જેમાં 5 000 ચકલીઘરનું નિર્માણ ગુર્જરી શૈક્ષણિક પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ કર્યું.અન્ય ચકલી ઘરો પોતપોતાની રીતે વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને સમગ્ર રાજ્યને વિતરિત થયાં. આંગણાના પક્ષી ચકલીને બચાવવા અને સિમેન્ટના ઘરમાં તેમને નિવાસ આપવા માટેનો એક હેતુ તો હતો જ પરંતુ વિદ્યાર્થીઓમાં સંવેદના, દયા અને સદભાવ જેવા સદગુણોનું આરોપણ કરવાનો પણ અહીં ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો અને તેમાં સફળતા મળી.

             સમગ્ર અભિયાનના સંયોજક તરીકે શ્રી સંજયભાઈ પટેલ (મહેસાણા) તથા શ્રી જિતુભાઈ જોશી (કુ્ંઢેલી) એ પોતાની સેવાઓ આપી હતી. રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં વિતરિત થયેલા ચકલી ઘરમાં લોકોએ ચકલી પરબ પણ મૂક્યા.આ સમગ્ર મુવમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે અમદાવાદની નિલમણી મેટલ એન્ડ ટ્યુબ લિ‌ અને તેનાં સાથી શ્રી વસાવા ખૂબ સહયોગી થયાં.આ મુવમેન્ટ એક મહિનો ચાલી 19 એપ્રિલે વિરામ આપવામાં આવ્યો.

Related Posts