પ્રજાસત્તાક પર્વ- ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૨ની ઉજવણીના આયોજન માટે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
આગામી પ્રજાસત્તાક પર્વ- ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૨ની જિલ્લા્કક્ષાની ઉજવણી અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર રીતે કરવામાં આવશે. જેમાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાના હસ્તે સવારે-૯.૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે ગરિમાપૂર્ણ રીતે આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી કરવામાં આવશે.
આ મહાન રાષ્ટ્રિય પર્વની ઉજવણી સંદર્ભે અમરેલી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ અધિકારીઓને જણાવ્યું કે, કોવિડ-૧૯ પ્રોટોકોલના પાલન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને રાષ્ટ્ર પ્રેમભર્યા માહોલમાં સરસ રીતે થાય તેવું આયોજન કરીએ. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન અને કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ આપવા સહિતના કાર્યક્રમો યોજાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના તેમજ પોલીસ, વન વિભાગના વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments