બોયકોટ ટ્રેન્ડનો ભોગ બની ચૂકેલા કરણ જાેહરની ફિલ્મો હિટ થઈ રહી છે ત્યારે તેમણે વધુ એક ફિલ્મ એનાઉન્સ કરી છે. પોતાની જૂની અને જાણીતી સ્ટાઈલમાં કરણ જાેહરે રોમેન્ટિક ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે. ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ટાઈટલ ધરાવતી આ ફિલ્મના લીડ રોલમાં વરુણ ધવન અને જાન્હવી કપૂરની પસંદગી થઈ છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ બનશે. ડાયરેક્શનની જવાબદારી શશાંક ખૈતાનને સોંપવામાં આવી છે.
કરણ જાેહરે ઈન્સ્ટાગ્રામ પર થીયેટર સ્ક્રિન પર એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર લવ સ્ટોરીની એનાઉન્સમેન્ટ કરી હતી. વરુણ અને જાન્હવીએ પણ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાયકાઓ સુધી લવ સ્ટોરીનો દબદબો રહ્યો હતો અને તેમાં કરણ જાેહરની રોમેન્ટિક ફિલ્મો મોખરે રહેતી હતી. કોરોના બાદ શરૂ થયેલા એક્શન ફિલ્મોના વાવાઝોડામાં રોમેન્ટિક ફિલ્મોથી દૂર રહેવાનું ફિલ્મ મેકર્સ પસંદ કરતા હતા. પાછલા કેટલાક સમયમાં રોમેન્ટિક ફિલ્મો પણ સારી ચાલી હોવાથી કરણ જાેહર ફરી જૂની સ્ટાઈલમાં આવી ગયા છે.













Recent Comments