fbpx
રાષ્ટ્રીય

બંગાળી ભાષા માટે આંદોલન બાદ બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ

કો ઇ દેશે પોતાની માતૃભાષાના સન્માન માટે દુનિયાના નકશામાં જન્મ થયો હોય તેવો એક માત્ર કિસ્સો બાંગ્લાદેશનો છે.૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે બાંગ્લાદેશ પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો. બાંગ્લાદેશમાં બહુમતી સંખ્યા મુસ્લિમોની હોવા છતાં તે સાંસ્કૃતિક રીતે બંગાળીભાષાનાં રંગે રંગાયેલું હતું. જાે કે પાકિસ્તાનના શાસકોએ તેના પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પર ઉર્દુ ભાષા થોપવાની કોશિષ થતા પ્રચંડ વિરોધ થયો હતો. આ સાંસ્કૃતિક અને રાજકિય આંદોલનનો હેતું બંગાળી ભાષાને રાજભાષાનો દરજજાે આપીને શિક્ષણ, વહિવટમાં સામેલ કરવામાં આવે તેવો હતો. આ ઉપરાંત આંદોલનકારીઓએ બાાંગ્લા ભાષાને બંગાળી લિપિમાં જ લખવામાં આવે તેવી માંગણી કરી હતી. આ આંદોલનમાં મોટી સંખ્યામાં યુવકો,યુવતીઓ અને વડિલો જાેડાયા હતા. આ ભાષા આંદોલનમાં શહિદ થયેલા શહિદોની સ્મૃતિમાં ઢાકા મેડિકલ કોલેજની નજીક શહિદ મિનાર છે. આ સ્થળે ૨૧ ફેબુઆરી ૧૯૫૨ના રોજ સલામ, બરકત અને રફિક જબ્બાર નામના યુવાનો પોતાની માતૃભાષા બંગાળી માટે ગોળીઓથી વિંધાઇ શહિદ થયા હતા. દુનિયામાં રાજકિય ક્રાંતિઓ અને સત્તા પરીવર્તન સદીઓથી ચાલ્યા આવે છે પરંતુ પોતાની માતૃભાષાના પ્રેમ માટે બલીદાન આપવાની આ ગાથા અનોખી છે. આથી જ તો વિશ્વમાતૃભાષાનો દિવસ પણ બાંગ્લાદેશના ભાષા આંદોલન પરથી જ નકકી કરવામાં આવ્યો છે. પૂર્વી પાકિસ્તાનના લોકો પર અનેક અત્યાચારો થયા હતા. તેમની માતૃભાષા માટેની લાગણી અને માંગણીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો. છેવટે આ ભાષા આંદોલન જ ૧૯૭૧માં બાંગ્લાદેશનું સર્જનનું નિમિત્ત બન્યું હતું. ધર્મ, જાતિ કરતા પણ માતૃભાષા માટેનો પ્રેમ હંમેશા મુઠ્‌ી ઉંચેરો હોય છે તેનું બાંગ્લાદેશના લોકોએ ઉદાહરણ પુરુ પાડયું હતું. ૨૧ ફેબુ્રઆરીના રોજ બાંગ્લાદેશમાં રજા રાખવામાં આવે છે. એટલું જ નહી માતૃભાષાના રક્ષણ માટે શહિદ સપૂતોનું સ્મારક ભાષા ચળવળકારો માટે ખાસ બની જાય છે.

Follow Me:

Related Posts