ભાવનગર

ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિનિયર સિટિઝનો માટે કોરોના રસીકરણ માટેનું પહેલેથી અલગ સેન્ટર ઊભું કરીને રાજ્ય સરકારની વાચાનો પડઘો પાડ્યો

        રાજ્યમાં કોરોના સંક્રમણના લીધે વધેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં કોરોનાનું વધુમાં વધુ ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રેસીંગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ રાજ્યના વરીષ્ઠ નાગરીકો વધુમાં વધુ કોરોના ટેસ્ટીંગ કરાવી પોતાની જાતને સુરક્ષીત રાખવા સાથે સમાજને પણ સુરક્ષીત રાખવા માટે કરેલી હાકલને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં કોરોનાના નિયંત્રણ માટે સુચારૂ પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસતા ૬૦ વર્ષથી ઉપરની વયના વયસ્ક વડીલોને પણ તેમની પાસે આધાર કાર્ડ ન હોય તો પણ કોરોના વેકસીન આપવામાં આવશે તેવી આજે જાહેર કરેલ નિર્ણયને પ્રતિભાવ આપતાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્રએ કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના નેતૃત્વ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ અગાઉથી જ સિનિયર સિટિઝનો માટે દિપક હોલ, સંકાર મંડળ ખાતે કોરોના રસીકરણ માટેનું અલગ સેન્ટર ઊભું કરીને રાજ્ય સરકારની વાચાનો પડઘો પાડ્યો છે.  

        આ બાબતને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર અને જીલ્લામાં બાગ-બગીચાઓ અને સ્વિમિંગ પુલ જાહેર પ્રજા માટે વધુ સૂચના જાહેર ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ લેતા માર્ગો પર આરોગ્યની ટીમ દ્વારા કોરોનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

        કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ભાવનગર વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે જેના ભાગરૂપે ભાવનગર શહેરના સંસ્કાર મંડળ અને તેની આજુબાજુ રહેતા લોકો માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

        આ રસીકરણ કેન્દ્રમાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમરના તમામ લોકો કે જેમની જન્મ તારીખ સને, ૧૯૬૧ કે તે પહેલાની હોય તેમજ ૪૫ થી ૫૯ વર્ષના કો-મોર્બીડીટી ધરાવતા નાગરિકો કે જેઓને લાંબા ગાળાની અસાધ્ય બીમારી, ડાયાબીટિસ, બ્લડપ્રેસર, કિડની રોગો, થાઇરોઇડ, હૃદય રોગ, કેન્સર વગેરે જેવા રોગ ધરાવતા લોકોએ તેમને થયેલ રોગની સારવારની ફાઇલ લઈને આ તમામ લોકોએ કોઈપણ એક આઇ.ડી. કાર્ડ જેવાં કે, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ વગેરે સાથે કોરોના રસીકરણ કેન્દ્ર ખાતે આવવા માટે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

        ભારતના જાણીતા નીતિશાસ્ત્ર વિશેષજ્ઞ ચાણક્યનું જાણીતું કથન છે કે, “શિક્ષક કભી સાધારણ નહી હોતા” ને સાર્થક કરતાં રસી લેવા માટે આવેલા નિવૃત શિક્ષિકા શ્રીમતિ પ્રવિણાબહેન શાહે જણાવ્યું કે, તેમના પુત્રને વેક્સિનેશન કેમ્પ અંગેની આજે સવારે ખબર પડતા જ દિપક હોલ ખાતે પહોંચી આ રસીકરણ કેમ્પમાં સહભાગી થઈ રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે.

        તેમણે ઉપલબ્ધ સુવિધાઓ અંગે જણાવ્યુ કે, સિનિયર સિટિઝનોને અહી અગ્રતા આપીને રસી આપવામાં આવે છે જેથી બિનજરૂરી બેસવું પડતું નથી. આ ઉપરાંત અહીની સુવિધાઓ પણ ખૂબ જ સરસ છે.         આ સાથે તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારે આવી સરસ સુવિધા ઊભી કરવામાં આવી છે ત્યારે તેનો મહત્તમ લાભ લેવો જોઈએ. આ વેક્સિનેશન કેમ્પમાં આવી તમામ લોકો કે જેઓ કો-મોર્બીડીટી ધરાવતાં કે ૬૦ વર્ષથી વધુ ઉમરનાં લોકોએ વેક્સિન ચોક્કસ લેવી જ જોઈએ. આવો જ અભિપ્રાય અહિયાં રસી લેવા માટે આવનાર સિનિયર સિટિઝનોએ વ્યક્ત કર્યો હતો

Follow Me:

Related Posts