મીઠાપુર ડુંગરીયામાં પતિના ત્રાસથી પત્ની અને બે પુત્રીએ આપઘાત કર્યો

મુળ સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામના અને હાલમા સાવરકુંડલામા સન્યાસ આશ્રમમા રહેતા હંસાબેન કેશુદાસભાઇ નિમાવતે પોતાની પુત્રીને મરી જવા મજબુર કરવા સબબ ચલાલાના મીઠાપુર ડુંગરી ગામે રહેતા અને લોટ દળવાની ઘંટી ચલાવતા જમાઇ ભરત મંછારામ દેવમુરારી સામે ફરિયાદ નોંધાવી છે. ભરતની પત્ની સોનલબેન તથા બે પુત્રી હેતાલી (ઉ.વ.૧૫) અને પુત્રી (ઉ.વ.૩) માસનુ ગઇકાલે સળગી જતા મોત થયુ હતુ. હંસાબેને ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની પુત્રીને પતિ સતત ત્રાસ ગુજારતો હતો. પતિના કંકાસથી અગાઉ સોનલબેન દસ વર્ષ સુધી રીસામણે રહ્યાં હતા. અને તેમણે અદાલતમા ભરણપોષણનો કેસ પણ કર્યો હતો. એકાદ વર્ષ ભરણપોષણ આપ્યુ હતુ. બાદમા ભરણપોષણ આપવુ ન પડે તે માટે પાંચેક વર્ષ પહેલા તે સોનલબેનને તેડી ગયો હતો. સોનલબેનને પતિ તથા સાસુ પીયરમાથી નાની મોટી વસ્તુઓ લાવવા દબાણ કરી ત્રાસ ગુજારતા હતા. બે વર્ષ પહેલા સાસુનુ મોત થયુ હતુ. જયારે બીજી પુત્રીની પ્રસુતિ માટે સોનલબેન હાલમા પીયરમા હતા અને આઠ દિવસ પહેલા જ પતિ પાસે પરત ગયા હતા. કંકાસના કારણે તેણે અગ્નિસ્નાન કર્યુ હતુ. જેને બચાવવા જતા પુત્રી હેતાલીનુ પણ મોત થયુ હતુ. જયારે ત્રણ માસની માસુમ બાળકીનુ ઘોડીયામા જ ગુંગળાઇ જતા મોત થયુ હતુચલાલાના મીઠાપુર ડુંગરીમા ગઇકાલે એક પરિણિતા અને તેની બે પુત્રીનુ દાઝી જતા મોત થયા બાદ આ મહિલાની માતાએ પોતાના જમાઇ સામે તેને સતત ત્રાસ દઇ મરી જવા મજબુર કરવા સબબ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Recent Comments