મોણવેલમાં ખેલાયેલ ખુની ખેલમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો કરાવતા એડવોકેટ ઉદયન ત્રિવેદી

મોણવેલ ખાતે નવ વર્ષ પહેલા ખેલાયેલા ખુની ખેલમાં અમરેલીના જાણીતા એડવોકેટ ઉદયનભાઇ ત્રિવેદીની ધારદાર દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીઓનો નિર્દોષ છૂટકારો કર્યો છે. ગત તા. ર૭-ફેબ્રુ.-ર૦૧ર ના રોજ મોણવેલ ખાતે રાજકીય આગેવાન અને મંડળીના પ્રમુખ વચ્ચે રકઝક થઇ હતી. જેમાં રાજકીય આગેવાન મનસુખભાઇ ડાવરા પર ચાર વ્યક્તિઓએ લોખંડના પાઇપ, તલવાર જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં મનસુખભાઇને માથામાં ગંભીર ઇજા થયેલી તેમજ ફ્રેક્ચર થઇ ગયેલ અને તેમને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવેલ હતા. આ બનાવ ચૂંટણી તથા રાજકીય અદાવતના કારણે બન્યો હતો. જેમાં મનસુખભાઇ ડાવરા દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હોય અને આરોપીઓ તર્ફે અમરેલીના સિનિયર એડવોકેટ ઉદયનભાઇ ત્રિવેદી તથા વનરાજભાઇ વાળા રોકાયેલા હોય તેમની ધારદાર દલીલો તથા તેમણે રજૂ કરેલ નામદાર ગુજરાત હાઇકોર્ટના તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ ધારીના એડી. ચીફ જ્યુડી. મેજી. એન.પી. રાડીયા દ્વારા આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
Recent Comments