રાષ્ટ્રીય

મોદી સરકાર પછાત વર્ગના ચાર કરોડ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપશે

ભાજપના નેતા અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન થવારચંદ ગેહલોતે જણાવ્યું હતું કે મોદી સરકાર આવતા પાંચ વર્ષમાં પછાત વર્ગના ચાર કરોડ વિદ્યાર્થીને મેટ્રિક બાદના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપશે. હાલ ૬૦ હજાર વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ મેળવે છે.
સરકારે તાજેતરમાં શિષ્યવૃત્તિ માટે કેન્દ્ર સરકારનો હિસ્સો વધારીને ૬૦ ટકા કરવાનો અને આગળ જતા એ ૮૦ ટકા કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણયથી ૨૦૨૫-૨૬ સુધીમાં કુલ રૂ. ૫૯૦૪૮ કરોડથી વધારે ખર્ચ થશે.
અગાઉની ફોમ્ર્યુલા પ્રમાણે સરકારે પાછલાં બે વર્ષમાં ફક્ત રૂ. ૧૦૦૦ કરોડ ખર્ચ કર્યા હતા. નવી નીતિ પ્રમાણે હવે મોદી સરકારની ૩૬ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને શિષ્યવૃત્તિ માટે અડધાથી વધુ હિસ્સો આપશે.
એમણે કાૅંગ્રેસ શાસિત પંજાબ પર ગોટાળાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પંજાબે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓના દસ્તાવેજ રજૂ નથી કર્યા.
કેન્દ્રની કેબિનેટે ગત સપ્તાહ દરમિયાન કેન્દ્ર સરકારની મેટ્રિક બાદની શિષ્યવૃત્તિ માટેની યોજનામાં ફેરફાર કર્યો હતો અને એને કારણે આવતા પાંચ વર્ષમાં ચાર કરોડથી વધુ પછાત જાતિના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવી શકશે.

Follow Me:

Related Posts