fbpx
અમરેલી

રાજુલાનાં ખાખબાઈ ગામ નજીક સાઘ્‍વીની હત્‍યા કરી ફરાર થયેલ આરોપી ઝડપાયો

રાજુલાના ખાખબાઈ નજીક આવેલ ચામુંડા આશ્રમના સાઘ્‍વીની હત્‍યા કરી ફરાર થયેલ આરોપી અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઈ ડાભી (ઉ.વ.30) રહે. મૂળ વેળાવદર, તા. ગારિયાધારના પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચનાથી એલસીબીએ હિંડોરણા ચોકડી નજીકથી ઝડપી લઈ વધુ તપાસ અર્થે રાજુલા પોલીસને સોંપેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે ચામુંડાઆશ્રમ આવેલ છે. આ આશ્રમમાં રેખાબેન ગોવિંદભાઈ મેર નામના સાઘ્‍વી રહેતા હતા. રેખાબેન છેલ્‍લા વીસ વર્ષથી સાઘ્‍વી જીવન જીવતા હતા અને આ આશ્રમમાં સેવાપૂજા કરતા હતા. આ આશ્રમમાં અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઈ ડાભી નામનો સેવક પણ છેલ્‍લા ત્રણેક વર્ષથી રહેતો હતો. સેવક અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઈ ડાભીના મનમાં આ આશ્રમની જમીન પચાવી પાડવાની લાલચ જાગતાં તેણે સાઘ્‍વી રેખાબેન પાસે આ જમીન માંગેલ હતી પરંતુ સાઘ્‍વી રેખાબેને આશ્રમની જમીન આપવાની ના પાડતાં, બંને વચ્‍ચે આશ્રમની જમીનના પ્રશ્‍ને માથાકુટ પણ થયેલ હતી, જેથી અરવિંદ ઉર્ફે નકો આશ્રમ છોડીને જતો રહેલ હતો.

ગત તા.ર1/11ના સાંજના સાતેક વાગ્‍યે સાઘ્‍વી રેખાબેન તથા તેમના મોટા બહેન મધુબેન વા/ઓ. ભાવેશભાઈ કાનાભાઈ મકવાણા (ઉ.વ.60) રહે. હાલ ખાખબાઈ, તા. રાજુલા, જિ. અમરેલી, મૂળ રહે. વિસાવદર, તા. વિસાવદર, જિ. જૂનાગઢનાઓ ચામુંડા આશ્રમના ફરજામાં ગાય દોહવા માટે જતાં આશ્રમની જમીન બાબતે થયેલ માથાકુટનું મનદુઃખ રાખી અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઈ ડાભીએ સાઘ્‍વી રેખાબેનને છરા જેવા તિક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા મારી, સાઘ્‍વી રેખાબેનની હત્‍યા નિપજાવી, સાઘ્‍વી રેખાબેનના મોટા બહેન મધુબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્‍યાંથી નાશી છૂટેલ હતો.

ઉપરોકત હત્‍યાનાબનાવ અંગે મરણ જનાર સાઘ્‍વી રેખાબેનના મોટા બહેન મધુબેન વા/ઓ. ભાવેશભાઈ કાનાભાઈ મકવાણાની ફરિયાદ પરથી રાજુલા પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. 111930પ0ર11ર30/ ર0ર1, આઈ.પી.સી. કલમ 30ર, પ06 (ર) મુજબનો ગુનો રજિ. થયેલ હતો.

Follow Me:

Related Posts