અમદાવાદના સરખેજ-બાવળા હાઈવે પર બેફામ હંકારતા અજાણ્યા વાહનચાલકે એક રાહદારીનો જીવ લીધો. અજાણ્યા વાહનચાલકે રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. અમદાવાદના સરખેજ-બાવળા હાઈવે પર બેફામ હંકારતા અજાણ્યા વાહનચાલકે એક રાહદારીનો જીવ લીધો. અજાણ્યા વાહનચાલકે રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. મૃતક ખાનગી કંપનીમાં વર્કરનું કામ કરતો હતો. રિસેસમાં હોટલ પર ચા પીવા જતા સમયે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી. બાવળા-સરખેજ હાઈવે પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.
જેમાં બાઈક પર સવાર ૨ લોકોને ઈજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. બાદમાં બંને ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી. ગોપીનાળા પાસે અજાણ્યા વાહનચાલકે રાહદારી મહિલાને ટક્કર મારી. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. સાબરકાંઠામાં હિંમતનગર-અંબાજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. અજાણ્યો વાહનચાલક બાઈકસવારને ટક્કર મારીને ફરાર થયો હતો. વાહનચાલકે ટક્કર મારતા બાઈકચાલક સંતુલન ગુમાવીને ડિવાઈડર સાથે અથડાઈને પડ્યો હતો. સ્થાનિકોએ પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી.













Recent Comments