ગ્રામ્ય વિકાસને કેન્દ્રસ્થાને રાખીને અને “સુવિધાસભર ગામ — સશક્ત ગુજરાત”ના
વિઝનને સાકાર કરવા સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાલા દ્વારા સતત પ્રયત્નોના પરિણામે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના
વિવિધ માર્ગ કામો માટે ₹12.25 કરોડની મહત્વપૂર્ણ રકમ ગુજરાત સરકાર દ્વારા મંજૂર
કરવામાં આવી છે.
આ વિકાસકાર્યો હેઠળ સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ, ફાચરીયા, દેતડ, કેરાળા, વીરડી,
દોલતી, કાનાતળાવ, વંડા, મેકડા, ઈંગોરાળા તથા લીલીયા તાલુકાના બવાડી, બવાડા,
ઈગોરાળા, પાંચતલાવડા અને નાના લીલીયા જેવા કુલ 15 ગામોને સીધો લાભ મળશે.
આ યોજનાના અમલીકરણથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધામાં ગુણાત્મક સુધારો થશે,
જેનાથી નાગરિકોને સરળ અને સુરક્ષિત અવરજવર મળશે. ખાસ કરીને ગામડા ના મુખ્ય
માર્ગ ની સ્થિતિ માં ખૂબ મોટો સુધારો થશે , જેના પરિણામે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી
મળશે અને વિકાસને નવી ગતિ મળશે.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “રસ્તા માત્ર માર્ગ નથી, પરંતુ
વિકાસની ધમની છે. આ કામો દ્વારા ગામોને શહેર જેવા વધુ મજબૂત રોડ બનાવવા નો
પ્રયાસ છે, જે સમગ્ર વિસ્તારમાં સર્વાંગી વિકાસનું દ્રષ્ટાંત પૂરું પાડશે.”
આ મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી કામોને તાત્કાલિક મંજૂરી આપવા બદલ ધારાસભ્યશ્રીએ
ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક
આભાર વ્યક્ત કર્યો હતો.


















Recent Comments