આ પ્રસંગ છે ઉપસ્થિત સંત ઓમરામબાપુએ વિદ્યાર્થીઓને સંસ્કારી જીવન જીવવા અને શિક્ષણમાં આગળ વધવા પ્રેરણા આપી
શ્રી સદગુરુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-બગદાણા સંચાલિત ‘બાપા સીતારામ વિદ્યા મંદિર’ ખાતે પાંચમા વાર્ષિકોત્સવ ‘વરસના વધામણાં’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે સંસ્કૃતિ અને કલાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ દ્વારા એકથી એક ચડિયાતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રાસ, ગરબા અને દેશભક્તિના ગીતોએ ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાર્ષિકોત્સવના ભાગરૂપે વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રસ્ટ અને મહેમાનોના હસ્તે ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સનાતન ગૌ નગરી, કળમોદર-બગદાણાના યોગગુરુ સ્વામી ઓમરામ બાપુએ આશીર્વચન પાઠવતા વિદ્યાર્થીઓને સંસ્કારી જીવન જીવવા અને શિક્ષણમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.
શાળા પરિવારના સ્ટાફ અને વિદ્યાર્થીગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં મનિષાબેન પડછાળા દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
FROM :–


















Recent Comments