અમરેલી

લાઠી તાલુકા ના ભીંગરાડ માં કોરોના રસીકરણ નાઈટ સેશન નું આયોજન

દેશ ના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં ૨૪ મિલિયન થી વધુ નાગરિકો રસી નો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો જયેશ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતીરાળા ના ડો. સાગર પરવડિયા દ્વારા નવતર પહેલના ભાગ રૂપે ભીંગરાડ અને અકાળા મુકામે કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત નાઈટ સેશન નું આયોજન કરેલ હતું. જેમાં દિવસ દરમિયાન ખેતીકામ, વ્યવસાય, મજૂરી કે અન્ય કારણોસર બહાર જતા વરિષ્ઠ ગ્રામ જનો ને પણ કોરોના થી રક્ષણ આપતી રસી મળી શકે તેવા શુભ આશય થી બંને ગામો માં સાંજે રસીકરણ સત્ર ની શરૂઆત કરી રાત સુધી ચાલુ રાખી ગંભીર બીમારીઓ વાળા અને સિનિયર સિટીઝન લાભાર્થીઓ ને રસી આપવા માં આવી. આ અભિયાન ને સફળ બનાવવા સદાય જનઆરોગ્ય ના રક્ષણ માટે તત્પર ડો.હરિવદન પરમાર અને આરોગ્ય કર્મીઓ વિશાલ વસાવડા, અસ્મિતા સોલંકી, રેખાબેન, શિલ્પાબેન અને વનીતાબેન એ ગ્રામ જનો ને કોરોના રસીકરણ અંગે માર્ગદર્શન થી લઈ રસીકરણ સુધી ની કામગીરી માટે ભારે જહેમત ઉઠાવી હતી. ગ્રામજનો એ પણ સ્વેચ્છાએ આગળ આવી રસીકરણ કરાવી જાગૃતતા ની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ આવનારા દિવસો માં પણ આ પ્રકારે વઘુ માં વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ કરી હતી.

Follow Me:

Related Posts