fbpx
અમરેલી

લીલીયા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા જન જાગરણ યાત્રા તથા સ્નેહમિલન યોજવામાં આવેલ

 તા. ૨૪ /૧૧/૨૦૨૧ ના રોજ જલારામ મંદિર ખાતે લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમીલન, જન જાગરણ યાત્રા અને બુથ સભ્ય નોંધણી માટે સંમેલન મળેલ જેમાં તાલુકા ભરના ૪૦૦ આગેવાનો ,નેતાઓ, કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત નાં સભ્યો, વગેરે હાજર રહેલ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કાર્યકર્તા ને આ ભાજપ સરકારની નિષ્ફળતા લોકો સુધી પુગાડી લોકોને હાલ બેરોજગારી, મોંઘવારી થી લોકોની ભાજપ સરકાર આવનાર વિધાનસભા ની ચૂંટણીમાં સરકારથી દૂર કરવા કાર્યકર્તાને કામે લાગી જવા સૂચના આપેલ અને આવનાર વિધાનસભા ની ચૂંટણીમાં તૈયાર થઈ જવા કહેલ અનેઆ તકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી. કે. રૈયાણી સાહેબ, ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાતની આગેવાની માં સ્નેહમિલન યોજવામાં આવેલ તમામ મહેમાનો નું સ્વાગત ફૂલહાર થી કરવામાં આવેલ .    ત્યાર બાદ સ્વાગત પ્રવચન ખોડાભાઈ માલવીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવેલ પ્રાસિંગ પ્રવચનો માંથી બહાદુરભાઇ બેરા તાલુકા પ્રમુખ જીવરાજભાઈ પરમાર, જનકભાઈ પંડયા, મનીષભાઈ ભંડેરી, એ પ્રાસગિક પ્રવચન કરી માન. ધારાસભ્ય શ્રી ની કામગીરી ખુબજ બીરદાવેલ તેમની કામગીરી નો સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરીને ધારાસભ્ય શ્રી ને બીરદાવેલ.        ત્યાર બાદ આજના સ્નેહમિલન સમારંભ ના અધ્યક્ષ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી એ નવું વર્ષ આપના માટે ખુબ આનંદદાયી રહે તેમજ સતત લોક સેવા આપના હાથે થતી રહે કોંગ્રેસ પાર્ટી ને વધુ મજબુત કરવા અપીલ કરેલ. તેમજ કોરોના કાલ, ભાવ વધારો,બેફામ અધિકારીઓ વગેરે ને ગુજરાત નો સિતારો રજુ કરીને ભાજપ પાર્ટી પર વેધક સવાલો કરેલ હવે પછી તમામ લોકો જાગી જઈને આ અહંકારી સરકાર ને પાઠ ભણાવવા કમર કસવા જણાવેલ      આ સભા સંચાલન ઉપ-પ્રમુખ તાલુકા પંચાયત લીલીયા ભુપતભાઈ પટોળીયા નીતિનભાઈ ત્રીવેદી રમેશભાઈ પરમાર વગરે એ જહેમત ઉઠાવેલ 

Follow Me:

Related Posts