અમરેલી

અમરેલી શહેરના હનુમાનપરા મેઈન રોડ પરથી પસાર થતા વાહનચાલકોએ વૈકલ્પિક રસ્તા પરથી પસાર થવુ

અમરેલી શહેરના હનુમાનપરા મેઈન રોડ પર મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના (આઉટ ગ્રોથ) અંતર્ગત રસ્તાની કામગીરી શરૂ થવાની છે.  આ કામગીરીના અનુસંધાને વેપાર-ઉદ્યોગ-સંસ્થાઓ સાથે જોડાયેલા શહેરીજનોએ આ કામગીરી શરૂ રહે તે દરમિયાન હનુમાનપરાને જોડતાં અન્ય રસ્તા પરથી વાહનવ્યવહાર પસાર કરવાનો રહેશે. ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે આ કામગીરીમાં સહયોગ આપવા માટે ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા અમરેલી, પ્રમુખશ્રી નગરપાલિકા અમરેલીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.

Related Posts