ગુજરાત

વાંસદાના રાયબોરમાં આશ્રમશાળાના ૬ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

સુરત, રાજકોટની સાથે નવસારીમાં પણ સ્કૂલોમાંથી કોરોનાના કેસમાં વધારો થયો છે. વાંસદાના રાયબોરમાં આશ્રમશાળાના ૬ વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતા શાળા ૧૪ દિવસ બંધ કરાઈ છે. સાથે જ સ્કૂલોના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.

જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે તેમને હોમ ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે.પરંતુ એક જ સ્કૂલમાંથી એક સાથે ૬ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ અને આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે.

Follow Me:

Related Posts