ગુજરાત વાઈબ્રન્ટ સમિટ એટલે કે, વિશ્વના ઉદ્યોગપતિઓને બિઝનેસ માટે આકર્ષવાનો પ્રયાસ. વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવાનું માધ્યમ છે ત્યારે આ વર્ષે ગુજરાત સરકાર ૧૦મી વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે. આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે અને તેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કોન્સેપ્ટ હશે શું છે આ કોન્સેપ્ટ પાછળનો ઉદ્દેશ્ય એ જાણવું રસપ્રદ રહેશે. અગાઉ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સાતથી આઠ રોડ શો યોજાતા અને આખોય મહિના થોડા સમયનાં અંતરે એક -એક ટીમ રોડ શો માટે વિદેશ જતી હતી. તેનાથી વિપરીત આ વખતે ત્રણ ટીમો એક જ તારીખે એટલે ૨૨મીથી ૨૬ નવેમ્બરે ફોરેન રોડ શોમાં જશે. તેમાં યુએસએમાં પ્રિન્સીપલ સેક્રેટરી જે પી ગુપ્તાની ટીમ સાથે ઉદ્યોગપતિઓ જશે. આ ઉપરાંત બીજી ટીમ જાપાન અને કોરીયામાં રોકાણ આકર્ષતા રોડ શો યોજશે. જેને શ્રમ અને રોજગાર વિભાગમાં પ્રિન્સીપલ સેક્રટરી અંજુ શર્મા લીડ કરશે. રૂરલ ડેવલપમેન્ટ કમિશનર સોનલ મિશ્રાની ટીમ જર્મની ફ્રાન્સ અને નેધરલેન્ડ જશેકોરોના કાળમાં અનેક મુશ્કેલીઓ સાથે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોના વેપાર ધંધાને કોરોનાને કારણે અસર પહોંચી છે. પરંતુ હવે ગુજરાતમાં ફરી વેપાર ધંધા પાટે ચઢી રહ્યાં છે. દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં ફરી સક્રિય વેપાર કરવા તૈયારી કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ ક્ષેત્રોના બિઝનેસ હાઉસ સાથે સમજૂતિ કરાર કરવાના છે. જેમાં ખાસ ૨૦૨૨માં ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે. જેમાં અનેક દેશોની કંપનીઓનું કરોડો રૂપિયાનું રોકાણ રાજ્યમાં લાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કોરોનાને કારણે ૨૦૨૧માં વાઈબ્રન્ટ સમિટ યોજી શકાઈ નથી. હવે સરકારે ૨૦૨૨માં વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમિટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવશે. આ રોડ મેપ બનાવવા માટે હાલ યુનિ.ઓના કુલપતિઓની નિમાયેલી કોર કમિટીને કામગીરી સોંપી દેવાઈ છે.કેન્દ્ર સરકારે નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરી દીધા બાદ હવે ગુજરાતમાં તેનો ત્વરીત અમલ કરવા માટે સરકારે આયોજનો શરૂ કરી દીધા છે અને જે અંતર્ગત કમિટીઓની રચના બાદ આગામી શૈક્ષણિક વર્ષથી કોર્ષ-પરિણામ પેટર્ન સહિતની કેટલીક મહત્વની બાબતોનો તમામ યુનિ.ઓમાં સમાનપણે અમલ કરવાની યોજના છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એમઓયુની કામગીરી શરૂ કરાઈ

Recent Comments