સની લિયોની બની ક્રિકેટર, શેર કર્યો વિડીયો

બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની આજકાલ સ્પોર્ટી મૂડમાં જાેવા મળી રહી છે. ફૂટબોલ બાદ એક્ટ્રેસે ક્રિકેટમાં હાથ અજમાવ્યો છે. સનીએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. તેણે પોતાના કેપ્શનમાં ઇંગ્લેન્ડ સામે રમવાનો ઇશારો કર્યો. સની લિયોનીએ શેર વીડિયોમાં કેપ્શન આપ્યું કે, ‘શું હું ઇંગ્લેન્ડનો સામનો કરવા માટે પોતાની કિટ પેક કરી લઉં’. તમે પણ જુઓ સનીનો આ વીડિયો. સની લિયોનીએ ગત સપ્તાહે સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતું કે ‘સ્પ્લિટ્સ વિલા ૧૩’ પર કામ શરૂ કરવા માટે કેરલ માટે ઉડાન ભરી રહી છે.
સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું, હું જલ્દી જ કેરલ માટે રવાના થઇ જઇશ કારણ કે સ્પ્લિટ્સવિલાની શુટિંગ થવા જઇ રહી છે. આ એક એવો શૉ છે જે મારા દિલની ખૂબ નજીક છે. હું ૨૦૧૪થી તેનો હિસ્સો રી છું. સ્પ્લિટ્સવિલાની શુટિંગ ઘરે પરત આવવા જેવુ છે. આ શૉને શરૂ કરવા માટે હવે વધુ રાહ નથી જાેઇ શકતી. એક્ટ્રેસે ગત મહિને શહેરમાં પોતાના પ્રથમ કાલ્પનિક વેબ શૉ ‘અનામિકા’ના પહેલા શિડ્યુલની શરૂઆત કરી હતી. સીરીઝ વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત છે. સ્પ્લિટ્સવિલાની ૧૩મી સીઝન સનીના શૉના સાતમા વર્ષ સાથે જાેડાઇ જશે.
Recent Comments