મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા આજે જિલ્લા
રોજગાર કચેરી ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની અંદાજિત ત્રણ
કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં જિલ્લા માહિતી કચેરી, ભાવનગર દ્વારા ઉપસ્થિત ઉમેદવારોને ‘ગુજરાત પાક્ષિક’ સહિત
વિવિધ પ્રકીર્ણ પ્રકાશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સિનીયર સબ એડિટર શ્રી સુનિલભાઈ મકવાણાએ રોજગારવાંચ્છુ
ઉમેદવારોને માહિતી કમિશનરશ્રીની કચેરીની પ્રકાશન શાખા દ્વારા પ્રકાશિત થતાં ‘ગુજરાત પાક્ષિક’, ‘રોજગાર
સમાચાર’ તથા અન્ય પ્રકીર્ણ પ્રકાશનોની ઉપયોગિતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.
તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાત પાક્ષિક’ રાજ્ય સરકારની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, જનકલ્યાણકારી યોજનાઓ
અને લોકોપયોગી માહિતીનું વિશ્વસનીય પ્રકાશન છે, જ્યારે ‘રોજગાર સમાચાર’ રોજગારની તકો, ભરતી, સ્પર્ધાત્મક
પરીક્ષાઓ તથા કારકિર્દી સંબંધિત માહિતી મેળવવા યુવાનો માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. માહિતી વિભાગ દ્વારા
પ્રકાશિત થતાં આ પ્રકાશનોનો નિયમિત લાભ લેવા રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેમણે અનુરોધ કર્યો હતો.
ભાવનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે ભરતીમેળો યોજાયો: ‘ગુજરાત પાક્ષિક’ સહિત માહિતી વિભાગના પ્રકાશનોનું વિતરણ કરાયું















Recent Comments