પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ભાવનગર પરા ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાળાના પ્રાચાર્ય શ્રી નીરજ જોનવાલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકગણ
ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌએ મળીને શાળા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ
સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પ્રાચાર્ય શ્રી નીરજ જોનવાલે વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા જણાવ્યું કે વૃક્ષો પ્રકૃતિનું
અમૂલ્ય વરદાન છે. પર્યાવરણનું જતન, હરિયાળીનું સંવર્ધન અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણ
આપવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે દરેકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની નિયમિત સંભાળ
રાખવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે પોતાની
જવાબદારી નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.
ભાવનગરની પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
















Recent Comments