અમરેલી

સાવરકુંડલા તાલુકાના આંબરડી પે.સે. શાળામાં ૨૦ મી માર્ચનાં રોજ વિશ્ર્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

અત્યારે ચકલીને રહેવા માટે ક્યાંય અનુકૂળ જગ્યા નથી . મોટા મોટા શહેરોમાં અને ઊંચી ઈમારતમાં પણ ચકલી પોતાનો આશરો ગોતે છે.  આંબરડી પ્રાથમિક શાળામાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત દરેક બાળકોને ચકલીનાં માળા જાતે જ બનાવવાની એક્ટિવિટી કરાવવામાં આવી. દરેક બાળકોએ પોતાની ધરે પણ એક એક ચકલીનો માળો બાંધીને શાળામાં પણ ચકલીનાં માળા લગાવવામાં આવ્યા. દરેક માળામાં ચકલીઓએ પોતાના માળામાં આશરો મેળવ્યો છે.

Related Posts