શ્રીમતિ વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં શિક્ષકદિન ઉજવાયો.ડો. રાધાકૃષ્ણ સર્વપલ્લીની જન્મજયંતી નિમિત્તે શ્રીમતિ વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં શિક્ષકદિન ઉજવાયો હતો.તેમાં કુલ ૩૩ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ તરીકે અક્સા ઝાખરા અને વાઈસ પ્રિન્સિપાલ તરીકે ક્રિષ્ના વાળા રહ્યા હતા. પ્રિન્સિપાલ ચાવડા સાહેબે સૌને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા. કે.બી. પટેલ અને ડો. કે. પી. વાળાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ પ્રિન્સિપાલ ચાવડા સાહેબે જહેમત ઉઠાવી હતી.
સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતિ (શિક્ષક દિન) ની ઉજવણી કરવામાં આવી..














Recent Comments