સાવરકુંડલા: સાવરકુંડલા શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. શહેરમાં ગંદા પાણીના
વૈજ્ઞાનિક રીતે શુદ્ધિકરણ તેમજ નગરજનોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે હેતુથી તૈયાર કરવામાં આવેલા
મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું આગામી દિવસોમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી
જીતુભાઈ વાઘાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તેમજ સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના જાગૃત
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સહિતના આગેવાનો અને અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
સાવરકુંડલા શહેર માટે આશરે ₹38.55 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેમાં એક તરફ ગંદા
પાણીના વ્યવસ્થાપન માટે આધુનિક Sewage Treatment Plant (STP) અને બીજી તરફ પીવાના પાણીની વ્યવસ્થાને
વધુ સુદૃઢ બનાવવા માટે Water Treatment Plant (WTP)નો સમાવેશ થાય છે.
સાવરકુંડલા શહેરમાં 7340 MLD ક્ષમતાનો ગંદા પાણીની ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ (Sewage Treatment Plant)
આશરે ₹28 કરોડ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ઓપન ટેક્નોલોજી આધારિત વિકસાવવામાં
આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત MCC પેનલ રૂમ, DG સેટ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, પાઇપિંગ તથા ઇન્સ્ટ્રુમેન્ટેશનના
કામો ઉપરાંત પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, એપ્રોચ CC રોડ સહિતના જરૂરી સાઇટ-સ્પેસિફિક કામોનો સમાવેશ કરવામાં
આવ્યો છે.
ગંદા પાણીને યોગ્ય રીતે ટ્રીટ કરીને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે તેનો નિકાલ કરવામાં આ પ્લાન્ટ મહત્વપૂર્ણ
સાબિત થશે. પરિણામે શહેરની ગટર વ્યવસ્થા વધુ વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત બનવાની સાથે સ્વચ્છતા અને પર્યાવરણની
દૃષ્ટિએ પણ નોંધપાત્ર ફાયદો થશે.
અમૃત 2.0 યોજના નળ સે જળ યોજના અંતર્ગત સાવરકુંડલા શહેર માટે પાણી પુરવઠાની સુવિધાઓને વધુ મજબૂત
બનાવવા માટે આશરે ₹10.55 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં 17 MLD ક્ષમતાનો Water Treatment Plant (WTP), 32 લાખ લિટર ક્ષમતાનો સંપ (Sump)
તેમજ Elevated Service Reservoir (ESR) સહિતની મહત્વપૂર્ણ સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ સુવિધાઓ કાર્યરત થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીના પુરવઠાને વધુ સુવ્યવસ્થિત અને મજબૂત
બનાવવામાં મદદ મળશે. ખાસ કરીને વધતી જતી શહેરી વસ્તીની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ
સાવરકુંડલા માટે લાંબા ગાળે મહત્વપૂર્ણ બની રહેશે.
શહેરના વિકાસને નવી દિશા મળશે,એક જ તબક્કામાં ગંદા પાણીના શુદ્ધિકરણ અને પીવાના પાણીની વ્યવસ્થાને લગતા
કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ થવાથી સાવરકુંડલા શહેરના માળખાકીય વિકાસને નવી ગતિ મળવાની અપેક્ષા છે.
સાવરકુંડલાના નાગરિકોને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સુવ્યવસ્થિત પાણી પુરવઠાની વધુ સારી સુવિધા મળે તે
દિશામાં આ બંને પ્રોજેક્ટને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે.
આગામી દિવસોમાં પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ₹28.00 કરોડના Sewage Treatment Plant અને
₹10.55 કરોડના Water Treatment Plant સહિત કુલ આશરે ₹38.55 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં
આવશે.
આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા અને સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા
સહિતના આગેવાનો, અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહેશે.
સાવરકુંડલામાં પાણી અને ગટર વ્યવસ્થાના ક્ષેત્રે સાકાર થનારા આ બંને પ્રોજેક્ટ શહેરના ભવિષ્યના આયોજન માટે
મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે. શહેરને સ્વચ્છ, સુવિધાસભર અને આધુનિક બનાવવા માટે હાથ ધરાયેલા આ
વિકાસકાર્યોને લઈને નગરજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


















Recent Comments