ભાવનગર

તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ નિમિત્તે ભવ્ય સ્પોર્ટ્સ ડે ઉજવાયો

નીલકંઠ ગુરુકુલમ્ – તળાજા ખાતે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને ખેલદિલીની ભાવના કેળવાય તે હેતુથી “સ્પોર્ટ્સ ડે”નું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના ટ્રસ્ટી વિપુલસિંહ પરમારે પોતાના વક્તવ્યમાં જીવનમાં અભ્યાસની સાથે – સાથે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું.

​શાળાના વિદ્યાર્થીઓએ વય કક્ષા પ્રમાણે દોડ, કબડ્ડી, ખો – ખો, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળાદોડ, ત્રિપગી દોડ, લોટ ફૂંકણી, રીંગણા પકડ, ઉલટી દોડ જેવી વિવિધ ઇનડોર અને આઉટડોર રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું રમત કૌશલ્ય દાખવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

​વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ખેલાડીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

​શાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, આચાર્ય અને શિક્ષકગણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related Posts