અમરેલી

સાવરકુંડલામાં કબીર ટેકરી ખાતે સદ્ગુરુ તપસ્વી રામપ્રતાપ સાહેબની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે દ્વિદિવસીય ભવ્ય મહોત્સવ

સાવરકુંડલાના સંતકબીર રોડ પર આવેલી ઐતિહાસિક કબીર ટેકરી ખાતે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં સદ્ગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે ‘શ્રી સદ્ગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ’ દ્વારા બે દિવસીય ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

​કાર્યક્રમના આયોજક મહંત શ્રી નારાયણદાસ સાહેબના જણાવ્યા અનુસાર મહોત્સવની 

​ શ્રાવણ વદ-૫, મંગળવાર (તા. ૦૧-૦૯-૨૦૨૬)

​સવાર: માનવતાની મહેંકને ઉજાગર કરતા પુસ્તક **’કબીર ટેકરી’**નું ભવ્ય વિમોચન.

​બપોર: સત્સંગ ધર્મસભાનું આયોજન, જેમાં વડોદરાના જાણીતા વક્તા પૂજ્ય મહંત શ્રી શૈલેન્દ્ર સાહેબજી સંબોધન કરશે. દીપ પ્રાગટ્ય ખોડિયાર મંદિર નેસડીના પૂજ્ય મહંત શ્રી લવજીબાપુ દ્વારા કરવામાં આવશે.

​: સાંજે મહાપ્રસાદ તથા રાત્રે ‘સા રે ગા મા મ્યુઝિકલ ગ્રુપ’ સાથે ભવ્ય દાંડિયા રાસનું આયોજન.

​શ્રાવણ વદ-૬, બુધવાર (તા. ૦૨-૦૯-૨૦૨૬)

​સવાર: ધ્વજારોહણ અને ભવ્ય શોભાયાત્રા સાથે દિવસનો પ્રારંભ.

​બપોર: દ્વિતીય ધર્મસભાના અધ્યક્ષસ્થાને ડીટલાના ભૂતનાથ મંદિરના પૂજ્ય શ્રી કૃષ્ણમુનિ મહારાજ બિરાજશે, જ્યારે સુરતથી પધારેલા શ્રી ભગવાનભાઈ રાઠોડ દીપ પ્રાગટ્ય કરશે.

​ સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની ઝાંખી રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપ જાણીતા ભજનિક શ્રી જયદેવ ગોસાઈ અને તેમના સાથી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી (લોકડાયરો) રજૂ કરાશે.

​આ પાવન અવસરે આજુબાજુના વિસ્તારના અનેક માનવંત મહંતો અને સાધુ-સંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે. સંસ્થાના અધ્યક્ષ મહંત શ્રી નારાયણદાસ સાહેબ અને સમગ્ર કબીર ટેકરી પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ અલૌકિક ધાર્મિક ઉત્સવમાં બહોળી સંખ્યામાં પધારી દર્શન તથા પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Posts