સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજીના દર્શને ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા
દામનગર સુપ્રસિદ્ધ યસ્ત્રધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ ગુજરાત સરકાર ના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ના ચેરમેન મુળુભાઈ બેરા નું મંદિર ટ્રસ્ટ અને પૂજારી પરિવારે ઉષ્માભર્યું સ્વાગત કરી ભુરખિયા હનુમાનજી દાદા નું સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા સાથે લાઠી નગરપાલિકા ના ભરતભાઇ પાડા સહિત ના અગ્રણી ઓ ઉપસ્થિતિ રહ્યા મંદિર ટ્રસ્ટ ની કાર્યાલય ખાતે પૂજારી નિમાવત હિંમતબાપુ નિમાવત અંતુબાપુ કર્મચારી સ્ટાફ સહિત ના પરિવારે મંદિર ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃત્તિ થી ચેરમેન બેરા ને અવગત કર્યા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફ થી આરોગ્ય શિક્ષણ સમૂહ લગ્નોત્સવ અન્નક્ષેત્ર જેવી પ્રવૃત્તિ જાણી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments