ગુજરાત

સુરતના જર્જરીત થયેલા માન દરવાજા ટેનામેન્ટના રહિશોને પાલિકાએ નોટિસ ફટકારતા લોકોનો વિરોધ

સુરતમાં માનદરવાજા ટેનામેન્ટમાં લોકો જીવના જાેખમે રહે છે. ટેનામેન્ટ ખૂબ જ જર્જરીત સ્થિતિમાં હોવાથી કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં રહિશોને કહેવામાં આવ્યું છે કે, ટેનામેન્ટ તાત્કાલિક અસરથી ખાલી કરી દેવામાં આવે. કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ થતાની સાથે જ ટેનામેન્ટ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. ટેનામેન્ટના ચોથા માળે થોડા સમય પહેલા સ્લેબ તૂટી પડવાની ઘટના બનતા રહીશોને ખાલી કરવા માટે કોર્પોરેશને ફરજ પાડી હતી. લગભગ તમામ એપાર્ટમેન્ટની સ્થિત આ જ પ્રકારની સ્થિતિ હોવા છતાં લોકો ત્યાં રહેવા માટે મજબૂર થયા છે.

એપાર્ટમેન્ટના રહિશોએ રીડેવલપમેન્ટ માટે સહમતી આપી દીધી હોવા છતાં, પણ કોર્પોરેશન દ્વારા રહિશો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. ૨૦૧૯ માં ટેન્ડર બહાર પડ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રીડેવલપમેન્ટ માટેની પોલીસીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.કોર્પોરેશન દ્વારા નવી પોલીસી પ્રમાણે સૌથી વધુ વખત ટેન્ડરની પ્રક્રિયા કર્યા બાદ પણ ટેન્ડર ન આવતા રાજ્ય સરકારને તેની જાણ કરી હતી.

Related Posts