સુરતના વરાછામાં રત્નકલાકારે નોકરીના પહેલાં દિવસે જ ૧.૭૫ લાખનો માલ ચોર્યો
વરાછા માનગઢ ચોક ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં આવેલ હીરાની ઓફિસમાં સરીન પ્લાનર તરીકે નોકરી પર લાગેલ કારીગરે નોકરીના પહેલા જ દિવસે બે કલાકમાં જ સરીન પ્લાનર કરવા માટે આપેલા રૂપિયા ૧.૭૫ લાખની કિંમતના કાચા હીરા ચોરી રફુચક્કર થઈ ગયો હતો. વરાછા પોલીસના જણાવ્યા મુજબ વરાછા હીરાબાગ પુર્વી સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના શિહોરના વતની વિઠ્ઠલભાઈ આંબાભાઈ મેદપરા હીરાના વ્યવસાય સાથે જાડાયેલા છે. અને વરાછા માનગઢ ચોક પાસે ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં પહેલા માળે હિરાની ઓફિસ અને કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં કારખાનું ધરાવે છે.
વિઠ્ઠલભાઈની ઓફિસમાં સાત કારીગર છે. વિઠ્લભાઈએ તેમની ઓફિસમાં સરીન પ્લાનરની જરૂર હોવાથી પ્રશાંત શર્મા નામના કારીગરે જયદિપ રમેશ ભેસારા સાથે ગત તા ૧૯મી ડિસેમ્બરના રોડ ઓળખાણ કરાવી હતી. જયદિપે સરીન પ્લાનર હિરાની ટ્રાય આપી પોતાનું નામ અને નંબર ઓફિસમાં લખાવી ગયો હતો.
જયદિપનું કામ વિઠ્ઠલભાઈ અને તેના છોકરાને પસંદ આવતા તેની ગત તા ૨૫મી ડિસેમ્બરથી કામ ઉપર રાખ્યો હતો અને તેને આઠ પેકેટ માંથી ૩૧ કેરેટના હિરા સરીન પ્લાનર કરવા માટે આપ્યા હતા. દરમિયાન જયદિપ રાત્રે સાડા નેવક વાગ્યે અન્ય કારીગરને આજે મારે પહેલો દિવસથી જેથી મારી ભાઈ ટીફીન આપવા માટે નીચે આવ્યો છે જે ટીફીન લઈને આવુ હોવાનુ કહી ગયા બાદ પરત આવ્યો ન હતો.
Recent Comments