સુરતમાં પિતાના ઠપકા બાદ ધોરણ ૧૦માં ભણતા દીકરાએ આપઘાત કર્યો
સુરત શહેરમાં આજે એક હ્રદય દ્વાવક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો કરૂણ અને ચેતવણી સમાન છે. ખાસ કરીને તરૂણ અને તરૂણીઓના માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. શહેરમાં એક ૧૦માં ધોરણના વિદ્યાર્થીએ પિતાના ઠપકા બાદ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ખૂબ સામાન્ય બાબતમાં આ તરૂણે આપઘાત કરી લેતા માતાપિતાની દુનિયા લૂંટાઈ ગઈ છે. મૃતક બાળક માતાપિતાનું એક માત્ર સંતાન હતું અને આ સ્થિતિમાં જે ઘટના ઘટી તે કાળજું ચીરી નાખે એવી છે. બનાવની વિગત એવી છે કે શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં ઝુનઝુનવાલા પરિવાર રહે છે. આ પરિવારને સંતાનમાં એક માત્ર પુત્ર હતો. વિકાસ ઝુનઝુનવાલાનો દીકરો તનુષ ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. જાેકે, ગતરોજ સવારે તે સાયકલ ચલાવવા માટે પોતાના મિત્રો સાથે ગયો હતો.
આ ઘટના પરિવાર માટે જીવલેણ સાબિત થઈ છે. તનુષ પરત આવ્યો ત્યારબાદ પિતાએ તેને આ બાબતે ઠપકો આપ્યો હતો અને સાયકલ ચલાવવા જવાની ના પાડી હતી. જાેકે, પુત્રને પિતાનો આ ઠપકો એવો લાગી આવ્યો હતો કે તેણે ઘરમાં બપોરે પોતાના રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારે તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કર્યો હતો પરતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ઉમરા પોલીસ સિવિલ હૉસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં પિતાએ સાઇકલ ચલાવવા માટે આપેલો ઠપકો જીવલેણ સાબિત થયો હોવાનું સામે આવ્યું છે. મોબાઇલ અને ઇન્ટરનેટની દુનિયામાં રચ્યા પચ્યા રહેતા કિશોર અને કિશોરીઓના
Recent Comments