સૌરાષ્ટ - કચ્છ

સોમનાથ મંદિર વિશે ખરાબ ટિપ્પણી કરી ગઝનવીને બિરદાવનાર યુટ્યુબર હરિયાણાથી ઝડપાયો

ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર પાસે ઊભા રહીને મોહમ્મદ ગઝનીનાં વખાણ કરતા એક સંદિગ્ધ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો બનાવનાર શખ્સ આખરે પોલીસ પકડમાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર વિશે વાયરલ થયેલા વીડિયો બનાવનાર શખ્સની હરિયાણાના પાણીપત નજીકથી ધરપકડ કરવામાં આવી છે.

આ યુવાનનું નામ ઈર્ષાદ રસીદ હોવાનું તેમજ તેની જમાતે આદિલા હિન્દ નામથી યુટ્યુબ ચેનલ હોવાનો ખુલાસો થયો હતો. વાયરલ વીડિયોમાં આ સંદિગ્ધ શખ્સ હિંદુઓની લાગણી ભડકાવી રહ્યો હતો. મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર કરેલ આક્રમણ અને લૂંટને બિરદાવી રહ્યો છે અને આ વીડિયો વાયરલ થતાં લોકોએ માંગ કરી છે કે આ ધર્માંધ યુવાનને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. આ મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. તેથી પોલીસની ખાસ ટીમ યુવકને પકડવા પાણીપત પહોંચી હતી. હરિયાણાના પાણીપત નજીક આ શખ્સનું લોકેશન મળ્યું હતું.

મહંમદ ગઝનીના સોમનાથની લૂંટના પરાક્રમને આ શખ્સે વાયરલ વીડિયોમાં વખાણ્યું હતુ. સોમનાથ ટ્રસ્ટની લેખિત ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે જેટ ગતિએ તપાસ શરૂ કરી હતી. ત્યારે ગીર સોમનાથ પોલીસને આખરે પાણીપતમાં પહોંચીને સફળતા હાથ લાગી હતી.

Follow Me:

Related Posts