અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે બાબરા તાલુકાની ત્રંબોડા પ્રાથમિક શાળામાં સંચાલક-કમ-કુકની આવશ્યકતા

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  બાબરા તાલુકાના ત્રંબોડા ગામે ત્રંબોડા પ્રાથમિક શાળાના  પી.એમ. પોષણ (મ.ભ.યો) કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે.

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન બાબરા તાલુકા મામલતદાર કચેરીની રજિસ્ટ્રી શાખામાં તારીખ ૨૫.૦૮.૨૦૨૬ બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં અરજી કરવા અનુરોધ છે. 

વધુ માહિતી પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) મામલતદાર કચેરી, બાબરાનો સંપર્ક કરવો તેમ મામલતદારશ્રી, બાબરાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts