ગુજરાતમાં દેશી દારૂ પીને લઠ્ઠો થતાં અનેકના મોત થઈ ગયા હતા. ત્યારબાદ દારૂની ડિલિવરી કડક બનતાં હવે લોકો દારૂની જગ્યાએ કફ સીરપ પીતા થઈ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કફ સીરપનો ધંધો દારૂની જેમ થઈ રહ્યો છે. જે પ્રકરણમાં અલગ અલગ એજન્સીઓ પણ તપાસ કરી રહી હતી, ત્યારે એસઓજીને એક મહત્વની કડી મળી અને તેમણે એક સાથે એક બે નહીં પણ ૪૫૦ જેટલી કફ સીરપની બોટલ સાથે એક આરોપી ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ભાગી ગયો છે. જૂન મહિનામાં જુહાપુરાની લવલી પાર્ક સોસાયટીમાં એસઓજીની ટીમે રેડ કરી હતી અને રૂ.૬.૩૦ લાખની કિંમત ૩૫૦૦ કફ સીરપની બોટલ સાથે ૪ આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જે સીરપનું વેચાણ કરીને ડબલ ભાવ લઈને ગેરકાયદેસર કફ સીરપ વેચી નશાનો કારોબાર ચલાવતા હતા. આરોપી મોહંમદવકાસ કાઝી વી.કે. ફર્મના નામે દવાઓના ખરીદ વેચાણનું લાયસન્સ ધરાવતો હતો. જેમાં સરનામું શાહઆલમ છે
પરંતુ કફ સીરપનો જથ્થો જુહાપુરામાં રાખ્યો હતો. નિયમ મુજબ લાયસન્સ ધારકે જે સરનામું લાયસન્સમાં બતાવ્યું હોય તે જ સ્થળે દવાઓનો જથ્થો રાખી વેપાર કરી શકે છે. કફ સીરપમાં કોડિન ફેક્સફેક નામનું કેમિકલ હોય છે. જે અફીણમાંથી બને છે. બજારમાં ૩૨થી પણ વધારે બ્રાન્ડની કફ સિરપ રૂ.૧૦થી ૧૦૦ સુધીમાં મળે છે. તેથી તે સસ્તો નશો કરવાનું સાધન છે. કફ સીરપની આખી બોટલ જ ગટગટાવી જાય છે. આવી દવા ક્યાંય પણ પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચાય તે ધ્યાન રાખવાની જવાબદારી ડ્રગ્સ વિભાગની હોય છે. કફ સીરપનો નશો કરતાં લોકોને વિવિધ બીમારીઓ લાગૂ થાય છે. હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. વધુ માત્રામાં કફ સીરપ લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. તેની ખતરનાક આડઅસર થાય છે.
ઉબકા, ઉલટી, પેટનો દુખાવો, સુસ્તી, સ્લીપ ડિસ્ઓર્ડર, કોમા, અનિયમિત હૃદયના ધબકારા, માથાનો દુખાવો, બેચેની, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર, કબજિયાત, હાઇપરટેન્શન, ચક્કર આવવા, મૂંઝવણ થવી વગેરે અસર થઈ શકે છે તેમ તબીબ જણાવી રહ્યા છે.અમદાવાદમાં દારૂની જેમ કફ સીરપ વેચાતું હોવાનું આખું રેકેટ એસઓજીએ ઝડપી પાડી છે આ સમગ્ર પ્રકરણમાં ધરપકડ તરીકે જ્યારે એ આરોપી ભાગી ગયો છે કફ સીરપના વેચાણમાં એસોજીની ટીમે વટવા વિસ્તારમાંથી ૪૫૦ જેટલી કફ સીરપ પકડીને આ સમગ્ર દારૂની જેમ લોકો ખરીદતા હોય તેવું સામે આવી છે હવે આ રેકેટ કઈ રીતે ચાલતું હતું તેની તપાસ કરવા માટે એસઓજી દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. કફ સીરપનો નશો કરતા તે લોકોને કફ સીરપ રિટેઈલમાં વેચવાનું રેકેટ ચાલતું હતું. જેમાં અમારી ટીમે સાદિક નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો છે.હાલ આટળી મોટી જથ્થો કફ સીરપનો કઈ રીતે મેળવ્યો તે શોધવા પ્રયાસ હાથ ધર્યા છે.
Recent Comments