fbpx
ગુજરાત

અમદાવાદમાં વર્લ્ડકપને લઈને લોખંડી બંદોબસ્ત ગોઠવાયોખેલાડીઓને લાવવા અને લઈ જવા માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા

આજથી એક દિવસી ક્રિકેટ વિશ્વ કપનો ભવ્યાતિભવ્ય રીતે પ્રારંભ. અમદાવાદના આંગણે થઈ રહ્યો છે ક્રિકેટના આ મહાકુંભનો પ્રારંભ. અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે વિશ્વ કપની પહેલી મેચ. ગઈ વખતની ચેમ્પિયન અને રનરઅપ ટીમ એટલેકે, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે વર્લ્ડ કપનો પહેલો મુકાબલો.

અમદાવાદના ડ્ઢઝ્રઁ કંટ્રોલ કોમલ વ્યાસે વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદમાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રહેશે અને ખાસ કરીને કેવા પ્રકારનો પોલીસ બંદોબસ્ત રહેશે તે અંગે જણાવ્યું હતુંકે, અમદાવાદના આંગણે ક્રિકેટના વિશ્વ કપ જેવી આટલી મોટી ઈવેન્ટ પહેલીવાર યોજાઈ રહી છે. ત્યારે એના માટે તંત્ર પણ પહેલાંથી જ સજ્જ છે. ખાસ કરીને ગૃહ વિભાગના આદેશાનુસાર પોલીસ તંત્રએ પોતાની તમામ તૈયારીઓ અગાઉથી જ કરી લીધી હતી. જેથી ખેલાડી, ટીમનો સપોટ સ્ટાફ, વીવીઆઈપી, દર્શકો તેમજ સ્ટેડિયમની નજીક આસપાસના વિસ્તારમાંથી પસાર થતાં લોકો આ તમામને કોઈપણ પ્રકારની હાલાકી ન ઉભી થાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ટ્રાફિક નિયમનથી લઈને મેચ જાેવા આવેલાં દર્શકો માટે અલાયદા પાર્કિંગની પણ વ્યવસ્થા કરાઈ છે. સાડા ત્રણ હજારથી વધુ સુરક્ષા જવાનો વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ ખેલાડીઓને લાવવા અને લઈ જવા માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા પુરી પડશે.

Follow Me:

Related Posts