આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને ઓજસ્વીની બહેનો દ્વારા શસ્ત્ર પૂજન અને કન્યા પૂજનનો અખિલ ભારતીય કાર્યક્રમ સમગ્ર ભારતમાં નવરાત્રિ દરમિયાન કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કાર્યકરો દ્વારા સમગ્ર ભારતમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને જગદંબા, દુર્ગામાતા સ્વરૂપ 10 વર્ષથી નાની બાળાઓનું પૂજન કરવામાં આવ્યું. આના અનુસંધાને અમરેલીમાં પણ વિજયા દશમી તા.1પ/10ને શુક્રવારના રોજ શસ્ત્ર પૂજન અને 10 વર્ષથી નીચેની રપ બાળાઓનું પૂજન કરવામાંઆવ્યું. આ કાર્યક્રમનો ઉદેશ હિન્દુ સમાજમાં શૌર્યનું નિરૂપણ થાય અને બાળાઓ મોટી થઈ દુર્ગા સ્વરૂપે પોતાનું અને હિન્દુ સમાજની બહેન દીકરીઓનું રક્ષણ કરે. આ કાર્યક્રમ આં.હિ. પરિષદના જિલ્લા કાર્યાલયે કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત આદ્યશકિત જગદંબા, ભગવાન શ્રીરામ અને ભારત માતાની આરતી કરીને કરવામાં આવેલ. ત્યારબાદ શસ્ત્ર પૂજન અને કન્યા પૂજન કરવામાં આવ્યું. વડીલો દ્વારા બધી જ કન્યાઓના જમણા પગના અંગૂઠાને ગંગાજળથી ધોઈને તિલક કરીને પૂજન કરવામાં આવ્યું. બધી બાળાઓને ભેટ, પ્રસાદી અને માતાજીની ચુંદડી ઓઢાડીને પૂજન કરવામાં આવ્યું અને આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ કન્યાઓની અને માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી. આ કાર્યક્રમ બાદ રીમાબેન જેઠવા દ્વારા ભભહરિહર કલાસીસભભમાં બહેનો દ્વારા તલવારબાજીની કૃતિ રજૂ કરવામાં આવી. આ પૂર્ણ થયા પછી સર્વે કાર્યકર્તા ભાઈ-બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી. આ કાર્યક્રમમાં મંજુલાબેન ગજેરા દ્વારા નાની બાળાઓને વોટરબેગ ભેટ આપવામાં આવી. રામદેવ મોબાઈલ અને ખોડીયાર મોબાઈલ વીમલભાઈ અને ચેતનભાઈ દ્વારાભેટ પ્રસાદ આપવામાં આવી. રાષ્ટ્રીય બજરંગ દળ મંત્રી વિપુલભાઈ ગજેરા તથા જિલ્લા કા. અઘ્યક્ષ સુરેશભાઈ સોલંકી દ્વારા બાળાઓને ચોકલેટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. આકાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ ડો. ગજેરાની રાહબરી નીચે મુખ્ય આયોજકો વિપુલભાઈ ગજેરા, ઘનશ્યામભાઈ કાબરીયા, રીટાબેન રાઠોડ, જીજ્ઞેશ કયાડા, હરેશ ધાનાણી, લાડવાભાઈ, લાલુભાઈ કાબરીયા, ડીભાઈ બામટા વગેરેએ જહેમત ઉઠાવેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળભાઈ ખુમાણ, પ્રાંત ઉપાઘ્યક્ષ મનસુરભાઈ રૈયાણી, વિભાગ અઘ્યક્ષ દડુભાઈ ખાચર અને અતિથિ વિશેષ મહેમાનો ડો. ગોંડલીયા, ડો. યાદવ, નિવૃત આર્મીમેન પરેશભાઈ, પ્રોફેસર એમ.એમ. પટેલ, વિજુભાઈ, ગોંડલીયા બાપુ, વકીલ સરપદડીયા, રીમાબેન જેઠવા હાજર રહેલ. કાર્યકર્તાઓમાં જિલ્લા અઘ્યક્ષ દિલીપભાઈ બામટા, જિલ્લા કાર્યકારી અઘ્યક્ષ સુરેશભાઈ સોલંકી, જિલ્લા મંત્રી મજબૂતભાઈ બસીયા, જિલ્લા મંત્રી ડો. દેસાણી, મંત્રી જીલુભાઈ વાળા, નનુભાઈ તળાવીયા, રાષ્ટ્રીય કિશાન પરિષદ ઉપાઘ્યક્ષ દિલીપભાઈ દેસાઈ, રા. બજરંગ દળ જિલ્લા અઘ્યક્ષ હિતેશભાઈ જોષી, શહેર અઘ્યક્ષ જીજ્ઞેશ કયાડા, હરેશભાઈ ધાનાણી, સંજયભાઈ પોપટ, કિશોરભાઈ મહેતા, રાજભા, મહેશભાઈ લાડવા, બાલમુકુંદ વાઢેર, જયેશ પરમાર, મિલન સોની, ગોપાલ ચોવટીયા, જીત કાબરીયા, હસુભાઈ, નિતીન વાડદોરીયા, રોકી વાઢેર, ઉદયભાઈ, કિશનભાઈ, નિલેશભાઈ, ઓજસ્વીની જિલ્લા અઘ્યક્ષ રીટાબેન રાઠોડ, હેતલબેન જોષી, માધવીબેન, ડિમ્પલબેન,ગુંજનબેન તેમજ મહિલા ગૃપના બહેનો આ કાર્યક્રમમાં સહભાગી થયેલ. આ કાર્યક્રમમાં પૂજનવિધિ જિલ્લા ધર્મપ્રચારક બાબુભાઈ બામટાએ કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મંત્રી મજબૂતભાઈ બસીયાએ કરેલ. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર ભભનવનીત હોંડાભભના માલીક જીતભાઈ રહેલ. તેમ જિલ્લા કા. અઘ્યક્ષ સુરેશભાઈ સોલંકી અને જિલ્લા અઘ્યક્ષ દિલીપભાઈ બામટાની યાદી જણાવે છે.
અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન અને કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો

Recent Comments