અમરેલી

અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ 15 ઓગસ્ટના દિવસે એક અનોખી રીતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી

આજે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ છે. ભારતે 15 ઓગસ્ટ, 1947ના રોજ આજના દિવસે બ્રિટિશ અંગ્રેજોની લગભગ 150 વર્ષની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી.એટલે ભારતના લોકો 76 વર્ષથી આજના દિવસે સ્વાતંત્ર દિન તરીકે પૂરા ભારત ભરમાં ઉજવી રહ્યા છે..ત્યારે અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ 15 ઓગસ્ટના દિવસે એક અનોખી રીતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી..જેમાં સૌ પ્રથમ આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલય અમરેલી માર્કેટયાર્ડ ખાતે પાર્ટીના દરેક સભ્યો ભેગા મળી અને ભારત માતાના ફોટાને પુષ્પહાર પહેરાવી અને આરતી ઉતારી ભારત માતાકી જય ના નારા લગાવીને ભારત માતાની પૂજા કરી હતી, ત્યારબાદ આઝાદી માટે જેઓ એ સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે

અને ભારતને સ્વતંત્ર કરવા માટે પોતાના જીવનને સમર્પિત કરનાર એવા ગાંધીબાગ ખાતે આવેલ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પિત કરી હતી ત્યારબાદ સેન્ટર પોઇન્ટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી હતી ત્યારબાદ કોલેજ ચોક ખાતે શહીદ ભગતસિંહ બહાદુર આઝાદ સહિતના માતૃભૂમિ ના રક્ષણ કાજે શહિદ થયેલ શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને એસ.ટી બસ સ્ટેન્ડ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબને પણ યાદ કરી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને છેલ્લે રાજકમલ ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે શહીદોને યાદ કરી અને પુષ્પાંજલિ અર્પિત કરી વીર શહીદ અમર રહો એવી ભાવના વ્યક્ત કરી અને આજે આઝાદીના 76 માં સ્વાતંત્ર પર્વને આમ આદમી પાર્ટી દ્વારા ઉજવાયો હતો..આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આમ આદમી પાર્ટીના નિકુંજભાઈ સાવલિયા,ભાર્ગવભાઈ મહેતા,કેવિનભાઈ ગજેરા,પ્રિતેશભાઈ ચૌહાણ,રવિભાઈ ધાનાણી,જયદીપભાઈ પાંચાણી,  રવિભાઈ બસીયા,યાસીનભાઈ કાદરી,ગોવિંદભાઈ બગડા,સંજયભાઈ જાદવ,નિલેશભાઈ જાવિયા,મિલનભાઈ સાવલિયા,ભાવેશભાઈ ગોહિલ,આકાશભાઈ ચાવડા,લતીફખાનભાઈ હસવાણી,ઘનશ્યામભાઈ દેસાણી,જયભાઈ નસીત,વિવેકભાઈ માંગરોલીયા,અનિલભાઈ,તુષારભાઈ વગેરે સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts