અમરેલી

અમરેલી-જાફરાબાદ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ

અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું છે. જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટો જાફરાબાદના કિનારે પહોંચી હતી. અરબસાગરમાં કરંટને લઈને મહારાષ્ટ્રની બોટો જાફરાબાદ કિનારે પહોંચી છે.

જાફરાબાદથી માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં કિનારા પર પહોચી જશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટો પણ જાફરાબાદના દરિયા કાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના ખડકલા થયા છે.

Related Posts