અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજના 10 વિદ્યાર્થીઓએ “વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન વિથ પ્રાઇમ મિનિસ્ટર” કાર્યક્રમમાં ભાગ લીધો. તારીખ 26/07/2026ના રોજ રવિવારે ભારતના દરેક જિલ્લાઓમાં “માય ભારત પોર્ટલ” ઉપર રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ સાથે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. અમરેલી ખાતે પણ અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ જોડાયા હતા. કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં ચાલતા એન.સી.સી. પ્રોગ્રામમાંથી 05 વિદ્યાર્થીઓ તથા એન.એસ.એસ. પ્રોગ્રામમાંથી 05 વિદ્યાર્થીઓ એમ કોલેજના કુલ 10 વિદ્યાર્થીઓએ આ વર્ચ્યુઅલ ઇન્ટરેકશનમાં ભાગ લીધો હતો. માય ભારત પોર્ટલ દ્વારા આયોજિત ભારતના સરહદી ગામડાઓની મુલાકાત માટે ગયેલા વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી શ્રીએ સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓ સાથે આ સંવાદમાં સરહદી ગામડાઓની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓના અનુભવો શેર કર્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રીએ વધુને વધુ વિદ્યાર્થીઓ માય ભારત પોર્ટલ પર જોડાય અને પોર્ટલ પર ચાલતા વિવિધ પ્રકલ્પોમાં સહભાગી બને તેવું આહવાન કર્યું હતું. કે. કે. પારેખ કોમર્સ કોલેજ વતી આ કાર્યક્રમના સફળ આયોજન માટે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. જી. પટેલ સાહેબ તથા પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા સાહેબ અને એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડબલ્યુ. જી. વસાવા સાહેબે યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ, અમરેલી જિલ્લા વિદ્યાસભાના ડાયરેક્ટર શ્રી અતુલભાઇ પટેલ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.



















Recent Comments