ભાવનગર

શિશુવિહાર સંસ્થાની પ્રેરણાથી શ્રી ગાયત્રી વિદ્યાલય, હાદાનગર ખાતે પર્યાવરણ જાગૃતિનું ભવ્ય પ્રદર્શન યોજાયું

ભાવનગર શિશુવિહાર સંસ્થાની પ્રેરણાથી શ્રી ગાયત્રી વિદ્યાલય, હાદાનગર ખાતે પર્યાવરણ જાગૃતિનું ભવ્ય પ્રદર્શન યોજાયું
શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રેરિત પર્યાવરણલક્ષી અભિયાન અંતર્ગત શ્રી ગાયત્રી વિદ્યાલય, હાદાનગર ખાતે આશરે 180 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને 30થી વધુ સમાજોપયોગી અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું.
કાર્યક્રમમાં શિશુવિહાર સંસ્થાના પ્રોગ્રામ મેનેજર શ્રીમતી હીનાબેન ભટ્ટ, પ્રવૃત્તિ સંયોજક શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણ, જાણીતા ચિત્રકાર શ્રી અશોકભાઈ પટેલ, કાર્યકર્તા શ્રી રમેશભાઈ, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી બાબુભાઈ કાતરીયા અને શ્રી ધનજીભાઈ આહીરની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કર્મચારી શ્રીમતી ભારતીબેન પુનાણી તેમજ શાળાના સમગ્ર સ્ટાફે નોંધપાત્ર સહયોગ આપ્યો
શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર (Certificate) અને બેજ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. પર્યાવરણ જાગૃતિનો સંદેશ પહોંચાડવાના સફળ પ્રયાસમાં 33 શાળાના 5432 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે

Related Posts