જિલ્લાભરના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ.આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આજની કારોબારી મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય અને નેતા વિપક્ષ માનનીય શ્રી પરેશભાઈ ધાનાણી ,પૂર્વધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ,પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા ,પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી તથા શંભુભાઈ દેસાઈ સહિત જિલ્લા ભરના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આજની કારોબારી મિટિંગમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લાના તમામ સેલ ફ્રંટલ અને મોરચાના પ્રમુખશ્રીઓ તથા બહોળી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજની મિટિંગમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણી માટે ખૂબ જ ટૂંકો સમય રહ્યો હોય આક્રમકતાથી કામે લાગી જવા હાકલ કરવામાં આવેલ હતી
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા તમામ વિધાનસભા વિસ્તારમાં ગામે ગામ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કોંગ્રેસના પાયાના કાર્યકરોને રૂબરૂ મળવા અને દરેક ઘરે રહેલા કોંગ્રેસ કાર્યકરો ને ઉત્સાહિત કરવા કાર્યક્રમ ઘડવા આહવાન કર્યું હતું.
ચંદ્રિકા બેન ચુડાસમા દ્વારા જણાવવા માં આવ્યું હતું કેઅમરેલી જિલ્લા પર સમગ્ર ગુજરાત ની મીટ હોય ,જિલ્લા માં હજુ પણ કોંગ્રેસ કાર્યકરો માં જોમ અને જુસ્સો અડીખમ હોય જિલ્લા નાં કોંગ્રેસ અગ્રણીઓ દરેક કોંગ્રેસ વિચારધારા ને માનનારા કાર્યકરો અને આગેવાનોને સંપર્ક કરે અને સંગઠનાત્મક કાર્ય કરી અમરેલી લોકસભા સીટ જીતવા કોંગ્રેસ પૂરેપૂરી સક્ષમ છે
પૂર્વ ધારાસભ્ય અને નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણીએ સૌ સંગઠિત થઈ કામ કરીશું તો અમરેલી લોકસભા ચોક્કસ કોંગ્રેસ જીતશે એવી આશા વ્યક્ત કરી હતી
પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે પોતાની આક્રમક શૈલીમાં ભાજપ સરકાર દ્વારા કમરતોડ મોંઘવારી અને લોકોને થઈ રહેલા અન્યાય બાબતે આક્રમકતાથી પોતાનું વક્તવ્ય આપી કાર્યકરો ને એકસંપ થઈ અમરેલી લોકસભા સીટ જીતવા આહવાન કર્યું હતું.
Recent Comments