અમરેલી

અમરેલી જીલ્લા કાઠી સમાજના પ્રમુખ તરીકે અશોકભાઈ ખુમાણ ની વરણી કરવામાં આવી.

સાવરકુંડલા તાલુકાના ઠવી ગામના પૂર્વસરપંચ, સાવરકુંડલા કાઠી વિધાર્થી બોર્ડિંગ ના પ્રમુખ અને અમરેલી જીલ્લાના અગ્રણી અશોકભાઈ રામબાપુ ખુમાણ ની અમરેલી જીલ્લા અખીલ ભારતીય કાઠી સમાજ ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા સમગ્ર અમરેલી જીલ્લા માંથી રાજકીય, સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો તેમજ સાવરકુંડલા જૈન સમાજના અગ્રણી જયેશભાઈ માટલીયા, બ્રહ્મ સમાજના નિવૃત ફૌજી અતુલભાઈ જાની, કાઠી સમાજના યુવા અગ્રણી ભરતભાઈ ગીડા, ભરતભાઈ વીછીયાં, સાધુ સમાજના અમીતગીરી ગોસ્વામી, કોળી ઠાકોર સમાજના લક્ષમણભાઈ કલાડિયા વગેરે સર્વ સમાજના અગ્રણીઓ દ્વારા અશોકભાઈ રામબાપુ ખુમાણ ની અમરેલી જીલ્લાના અખીલ ભારતીય કાઠી સમાજ ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા શુભેચ્છા પાઠવી હતી.

Related Posts